ભરૂચ જિલ્લામાં કોરોનાના બીજા દિવસે પણ 200થી વધુ કેસ નોંધાયાં હતાં. મંગળવારે જિલ્લામાં નોંધાયેલાં 206 નવા કેસ પૈકીના 150 કેસ માત્ર ભરૂચ અને અંક્લેશ્વરમાં જ નોંધાયાં હતાં. જ્યારે ઝઘડિયામાં 45, વાગરામાં 5, જંબુસરમાં 4, આમોદ અને વાલિયામાં 1-1 કેસ નોંધાયાં છે.
ભરૂચ શહેર જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. ત્રીજી લહેરમાં કેસોની સંખ્યામાં પણ વધારો નોંધાઇ રહ્યો છે. મંગળવારે સતત બીજા દિવસે કોરોનાના 200થી વધુ એટલે કે 206 કેસનોંધાયાં હતાં. જેમાં ભરૂચમાં 70, અંક્લેશ્વરમાં 80, ઝઘડિયામાં 45, વાગરામાં 5, જબુસરમાં 4 અને આમોદ તેમજ વાલિયા પંથકમાં 1-1 કેેસ નોંધાયાં હતાં. જિલ્લામાં મંગળવારે 140 લોકો કોરોનામાંથી સાજા થતાં અત્યાર સુધીમાં 762 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
જ્યારે હાલમાં 1100 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાં હોમ આઇસોલેશનમાં 1046 જ્યારે કોવિડ હોસ્પિટલમાં 54 લોકો સારવાર લઇ રહ્યાં છે. જિલ્લામાં વધી રહેલાં કેસોને કારણે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સર્વેલન્સની કામગીરી કરી આરોગ્ય ચકાસણી કરવાની કવાયત હાથ ધરી છે.
અંકલેશ્વરમાં એક જ દિવસમાં કોરોના 80 કેસ નોંધાયા
અંકલેશ્વર શહેર અને તાલુકાના મળીને એક જ દિવસમાં કોરોના કુલ 80 સંક્રમિત દર્દીઓ સામે આવ્યા છે. સોમવારે 52 દર્દી નોંધાયા બાદ મંગળવારે તેમાં બમ્પર ઉછાળો જોવા મળ્યો છે. હાલની સ્થિતિએ અંકલેશ્વરમાં એક્ટિવ કેસની સંખ્યા 260 પર પહોંચી છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.