મેઘમહેર:નર્મદાના તિલકવાડામાં દોઢ ઈંચ અને સાગબારામાં બે ઈંચ વરસાદ

ભરૂચ/રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભરૂચ જિલ્લામાં નહિવત વરસાદ, સૌથી વધુ ઝઘડિયામાં 7 મિમી
  • નર્મદા ડેમની​​​​​​​ જળ સપાટી 120.38 મીટર, કરજણ ડેમ 110.96 મીટર

નર્મદા જિલ્લામાં સવાર થી સારો વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ તિલકવાડા તાલુકામાં-37 મિ.મિ. અને સૌથી ઓછો સાગબારા તાલુકામાં-24 મિ.મિ. વરસાદ નોંધાયો છે. જ્યારે ગરૂડેશ્વર અને નાંદોદ તાલુકામાં–32 મિ.મિ. તેમજ દેડીયાપાડા તાલુકામાં-25 મિ.મિ. વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ-778 મિ.મિ. વરસાદ નોંધાયો છે. જ્યારે ભરૂચ જિલ્લામાં નહિવત વરસાદ થયો હતો. જેમાં સૌથી વધુ ઝઘડિયા તાલુકામાં 7 મીિમ નોંધાયો હતો.

નર્મદા જિલ્લામાં વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ તેની ભયજનક સપાટી-138.68 મીટરની સામે-120.83મીટર, કરજણ ડેમ તેની ભયજનક સપાટી-116.11 મીટરની સામે-110.96મીટર, નાના કાકડીઆંબા ડેમ તેની ભયજનક સપાટી-187.78 મીટરની સામે-184.25 મીટર અને ચોપડવાવ ડેમ તેની ભયજનક સપાટી-187.41 મીટરની સામે-184.20 મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેના ગેજ લેવલની ભયજનક સપાટી-31.09 મીટરની સામે 13.99મીટર ની સપાટી છે.

અન્ય સમાચારો પણ છે...