તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસ્ક્યુ:ગાયત્રી મંદિર પાસે નર્મદા નદીના કાદવમાં ગાયનું દોઢ કલાક રેસ્ક્યુ

ભરૂચ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જીવદયા પ્રેમીઓ અને ફાયર બ્રિગડની ટીમોએ ભારે જહેમત ઉઠાવી

ઝાડેશ્વર મંદિર પાસે આવેલા ગાયત્રી મંદિર નદી કિનારે એક ગાય ફરતી હતી.તે દરમિયાન ગાય અચાનક નદીના કાદવમાં ફસાઈ ગઈ હતી.ગાયએ ઘણું જોર લગાવ્યું હોવા છતાંય તે બહાર નીકળી નહીં શકતા થાકીબે બેસી ગઈ હતી.જેથી આસપાસના સ્થાનિકોએ સમગ્ર મામલે જીવદયાપ્રેમી સંસ્થા નેચેર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટ અને ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લશ્કરોને કરી હતી.

માહિતી મળતા જ બંનેય ટીમોએ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને ગાયનું રેસ્ક્યુ કરીને અંદાજિત દોઢ કલાકની ભારે જહેમત બાદ ગાયને સલામત રીતે બહાર કાઢવામ આવી હતી.ગાયને સલામત રીતે બહાર કઢાતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...