• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • On Walia Wadi Road Between Rundha And Rajpara Village, A Truck Driver Hit A Couple On A Bike, Killing The Husband And Seriously Injuring The Wife.

અકસ્માત:વાલિયા-વાડી રોડ ઉપર રૂંધા અને રાજપરા ગામ વચ્ચે ટ્રક ચાલકે બાઇક પર જતાં દંપતીને અડફેટે લીધા, પતિનું મોત પત્ની ગંભીર

ભરૂચ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પત્નીને વધુ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી

વાલિયા-વાડી રોડ ઉપર રૂંધા અને રાજપરા ગામ વચ્ચે ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા દંપતી રોડ પર ફંગોળાયા હતા. જેમાંપતિને ગંભીર ઇજાઓ થતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે પત્નીને ઇજાઓ પહોંચી હતી. તેમાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

દંપતી બાઈક પર સવાર થઈ પોતાના ઘરે આવી રહ્યાં હતાં

વાલિયા તાલુકાના રૂંધા ગામના નિશાળ ફળીયામાં રહેતો 39 વર્ષીય નીતિન મોહનભાઈ ચૌધરી ગતરોજ ત્રાકદ ગામની સ્કૂલે તેઓની પત્ની રોશનીબેન ચૌધરીને લેવા ગયા હતા. દંપતી બાઈક પર સવાર થઈ પોતાના ઘરે આવી રહ્યાં હતાં. તે દરમિયાન વાલિયા-વાડી રોડ ઉપર રૂંધા અને રાજપરા ગામ વચ્ચે પુરપાટ ઝડપે અને ગફળત ભરી ઘસી આવેલા ટ્રક નંબર-જી.જે.16.એ.વી.1284ના ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક સ્થળ પર મૂકી ફરાર

આ અકસ્માતમાં બાઈક પર સવાર નીતિન ચૌધરીને ગંભીર ઇજાઓ થતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે તેઓની પત્નીને ઇજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે વાલિયા બાદ વધુ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. તેમજ ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો. તથા અકસ્માત અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...