અકસ્માતગ્રસ્ત ટ્રકમાંથી ચોરી:વાલિયા-વાડી માર્ગ પર પલ્ટી ખાઇ ગયેલી ટ્રકમાંથી રૂ. 18.81 લાખનો મુદ્દામાલ ચોરાઇ જતાં પોલીસ ફરિયાદ

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાઈક સવારને બચાવવા જતા તાડપત્રી ભરેલી ટ્રક એક તરફ ખેંચાઈને પલ્ટી ખાઇ ગઇ
  • 1656માંથી 1176 તાડપત્રી ચોરાઇ ગઇ, વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

વાલિયા-વાડી માર્ગ ઉપર રાજપરા ગામ પાસે રોડ પર તાડપત્રી ભરેલી ટ્રકને અકસ્માત નડ્યો હતો. જ્યાં ટ્રકમાંથી રૂપિયા 18.81 લાખની તાડપત્રીની ચોરી થતાં વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

ગત તારીખ 10મી મેના રોજ જૂનાગઢ ખાતે રહેતો ટ્રક ચાલક ફારૂક હમીર સુમરા ટ્રક નંબર-જી.જે.03.બી.ડબ્લ્યુ.7334માં મોહિત રોડ લાઇન્સમાંથી રૂ. 26.49 લાખની તાડપત્રી ભરી રાજકોટથી કર્ણાટક ખાતે જવા નીકળ્યો હતો. જે વાલિયા-વાડી માર્ગ ઉપર પસાર થઇ રહ્યો હતો, તે વેળા રાજપરા ગામ નજીક રોડ સાઈડમાં આવતા બાઈક સવારને બચાવવા જતા ટ્રક એક તરફ ખેંચાઈ જઈ પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં ચાલકને ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતગ્રસ્ત ટ્રકમાં રહેલા 828 નંગ બંડલ અને 1656 નંગ તાડપત્રી હતી. જેમાંથી 588 નંગ બંડલ અને 1176 નંગ તાડપત્રીનો મુદ્દામાલ મળી કુલ રૂ. 18.81 લાખના મુદ્દામાલની ચોરી થઇ હતી. ચોરી અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...