અબોલ જીવ માટે સેવા:ઉત્તરાયણ પર્વને લઇ સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર કેન્દ્રો શરુ કરાયા

ભરૂચ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ જીલ્લામાં છેલ્લા 25 વર્ષથી ઉત્તરાયણ પર્વ દરમિયાન પક્ષી બચાવો કેન્દ્રો શરુ કરવામાં આવે છે. પતંગના દોરાથી ઈજા પામતા પક્ષીઓ માટે સારવાર આપવામાં આવે છે. સંસ્થા દ્વારા અત્યાર સુધી અનેક પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા છે.

હાલ સંસ્થા દ્વારા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અભિયાન ભરૂચ શહેરની 50 જેટલી શાળાઓમાં જન જાગૃતિ માટે કેમ્પ યોજી કયા સમયે પતંગ ઉડાવવી તે અંગે સમજ આપવામાં આવી હતી વિદ્યાર્થીઓને સવારે 9થી 5 વાગ્યા સુધી જ પતંગ ચગાવવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને ચાઇનીઝ દોરી,બલુન તેમજ ફટાકડા નહી ફોડવા સાથે મકર સંક્રાતિના રોજ ગાયને એક સાથે નહિ ખવડાવવા અપીલ કરવામાં આવી હતી. સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પતંગના દોરાથી ઈજા પામતા પક્ષીઓ માટે સારવાર કેન્દ્રો શરુ કરવામાં આવ્યા છે.અને ઘાયલ પક્ષીઓ અંગે સંસ્થાનો સંપર્ક કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...