તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:મરણ પ્રસંગે ભાઈ બહેન બાઈક પર જતાં અકસ્માતે બહેનનું મોત

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભરૂચ- દહેર રોડ પર એકસાલ ગામ પાસે બહેન રોડ પર પટકાઈ

ભરૂચના મનુબર ગામેેથી બે ભાઇ-બહેન મરણ પ્રસંગમાં જવા માટે નિકળ્યાં હતાં. દરમિયાનમાં દહેજ રોડ પર એકસાલ ગામ પાસે તેમની બાઇકને એક ટેન્કરે ટક્કર મારતાં પાછળ બેસેલી બહેન જમીન પર પટકાઇ હતી. જેના પગલે તેને માથામાં ગંભીર ઇજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

મનુબર ગામના મદિના પાર્ક હાફેઝ કોલોની ખાતે રહેતાં જીયાઉદ્દીન અબ્દુલ વ્હોરાની બહેન નુરઝહાને મુંબઇ પરણાવી હતી. તાજેતરમાં તે ભરૂચ આવી હતી. દરમિયાનમાં કેસરોલ ગામે રહેતાં નુરઝહાબેનના જેઠાણીના બહેન ગુજરી ગયાં હોઇ જીયાઉદ્દીનનો નાનો ભાઇ સરફરાજ તેમજ નુરઝહાં બાઇક પર કેસરોલ ગામે જવા માટેે નિકળ્યાં હતાં.

દરમિયાનમાં ભરૂચ-દહેજ રોડ આવેલા એકસાલ ગામ પાસેથી પસાર થતાં સમયે એક ટેન્કર ચાલકે તેમની બાઈકને ટક્કર મારતાં બેલેન્સ ન જળવાતાં બાઈક પર પાછળ બેઠેલી બહેન નુરઝહાં જમીન પર પટકાઈ હતી. તેના માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી. જેના કારણે તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

જ્યારે ટેન્કર ચાલક તેનું ટેન્કર મુકી ત્યાંથી નાસી છુટ્યો હતો. બનાવની જાણ થતાં ભરૂચ તાલુકા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે બનાવને પગલે ટેન્કર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...