• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • On The Occasion Of Chhath Puja, Foreign Workers From Bharuch Industrial Units Will Go Home, The Direct Impact Will Be On The Production Capacity Of Industries.

તહેવારોની ઉદ્યોગો પર અસર:છઠ પૂજાના પર્વ નિમિત્તે ભરુચના ઔદ્યોગિક એકમોથી પરપ્રાંતીય કામદારો માદરે વતન જશે, પ્રત્યક્ષ અસર ઉદ્યોગોની ઉત્પાદન ક્ષમતા ઉપર પડશે

ભરૂચ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં કામદારોની મોટી અછત સર્જાશે
  • સ્થાનિક ઉદ્યોગની ઉત્પાદન પ્રક્રિયા ઘટવાની ઉદ્યોગોએ ચિંતા વ્યક્ત કરી

અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયાની ઔદ્યોગિક વસાહતમાં આગામી છઠ પૂજાના પર્વને કારણે કામદારોની અછત સર્જાય છે. જેને લઈ સ્થાનિક ઉદ્યોગની ઉત્પાદન પ્રક્રિયામાં મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી શક્યતા ઉદ્યોગપતિઓએ વ્યક્ત કરી છે.

ઉત્તર ભારતમાં દિવાળી પર્વની જેમ છઠ્ઠ પૂજાનાં પર્વનુ ખૂબ જ મહાત્મય છે. દેશભરમાં ધંધા-રોજગાર અર્થે વસતા પરપ્રાંતિય કામદારો છઠ્ઠ પૂજાના સમયે માદરે વતન ઉત્તર પ્રદેશ કે બિહાર તરફ કૂચ કરતા હોય છે. જેની પ્રત્યક્ષ અસર ઉદ્યોગોની ઉત્પાદન ક્ષમતા ઉપર પડતી હોય છે.

અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયામાં જીઆઇડીસી વસાહતની વાત કરીએ તો આ ત્રણેય જી.આઈ.ડી.સી.માં બે હજાર જેટલા કારખાનાઓમાં ફરજ બજાવતા અંદાજે 3 થી 4 લાખ જેટલા કામદારો પૈકી અડધો અડધ કામદારો છઠ્ઠ પૂજા પર્વ નિમિત્તે વતન પહોંચી જતા હોય છે. દિવાળી અંતર્ગત વિવિધ પર્વની શરૂઆત થતાં જ ઉત્તર ભારતીય કામદારો સહ પરિવાર પોતાના વતન જતા હોય છે અને તેને પરિણામે એક થી દોઢ મહિના બાદ પરત ધંધા-રોજગાર અર્થે આવતા હોય છે.

આ સમયે સ્થાનિક ઉદ્યોગ સંચાલકો માટે કામદારોની મોટી અછત સહન કરવાની નોબત સર્જાતી હોય છે. પરિણામે આગામી એક-દોઢ મહિના સુધી તમામ ઉદ્યોગ સંચાલકોએ વૈકલ્પિક કામદારોની હંગામી ભરતી કરવી પડતી હોય છે અને તેની સીધી અસર ઉત્પાદન ક્ષમતા ઉપર પડતી હોય છે. કોરોના સંક્રમણને પગલે લોકડાઉનના સમયગાળામાં ઉધોગ જગતને મોટો આર્થિક ફટકો પડ્યો હતો. માંડ માંડ થોડા મહિનાઓથી ઉદ્યોગજગતની ગાડી પાટે ચઢી હતી, ત્યાં છઠ પૂજા પર્વને પગલે કામદારોનું મિની-વેકેશન ઉદ્યોગજગતની મુશ્કેલીઓ વધી છે તેમાં કોઈ જ બેમત નથી.

અન્ય સમાચારો પણ છે...