સર્વપિતૃ શ્રાદ્ધ:શ્રી પરશુરામ બ્રહ્મસમાજ સંગઠન દ્વારા શ્રાદ્ધપક્ષના અંતિમ દિવસે સામૂહિક પિતૃતર્પણ વિધિ યોજાઇ

ભરૂચ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાયત્રી પરિવાર દ્વારા પણ સર્વ પિતૃ સામુહિક તર્પણનું આયોજન કરવામા આવ્યું

હિન્દુ ધર્મમાં પિતૃઓને દેવસ્વરૂપ માનવામાં આવે છે પિતૃતર્પણ કરવાથી પિતૃઋણમાંથી મુક્તિ મળતી હોવાની માન્યતા છે. પિતૃતર્પણ એ પિતૃને સંતુષ્ટ કરવાનો મહિમા છે. સર્વપિતૃની સંતુષ્ટિ માટે ભાદરવા વદ અમાસને શ્રાદ્ધપક્ષના અંતિમ ગણવામાં આવે છે. ત્યારે સર્વપિતૃ અમાસના દિવસે શ્રી પરશુરામ બ્રહ્મસમાજ સંગઠન અને ભરૂચ પાંજરાપોળના સહયોગથી જે.બી.મોદી પાર્ક સ્થિત પાંજરાપોળ ખાતે સામૂહિક સર્વ પિતૃતર્પણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા શાસ્ત્રી હરેશ મહારાજ દ્વારા સર્વપિતૃ પૂજન અને શ્રાદ્ધપક્ષની વિધિ કરાવવામા આવી હતી. આં સર્વ પિતૃતર્પણમાં પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી બિપિન ભટ્ટ ,મહેન્દ્ર કંસારા અને શ્રી પરશુરામ બ્રહ્મસમાજ સંગઠનના હરેશ પુરોહિત, જ્યેન્દ્ર ભટ્ટ, અમરીશ દવે,ગૌપૂજારી કૌશિક જોશી ઉપસ્થિત રહ્યા હતા.

જ્યારે ગાયત્રી પરિવાર દ્વારા શ્રાદ્ધ પક્ષની અમાસ નિમિત્તે નારાયણ બાપુ આશ્રમ ખાતે સર્વ પિતૃ સામુહિક તર્પણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાયત્રી પરિવારના સભ્યોએ સર્વ પિતૃ સામુહિક તર્પણ વિધિ કરી હતી.આ સર્વ પિતૃ સામુહિક તર્પણમાં નર્મદા પુત્ર સાવરીયા મહારાજ, કૌશિક ઠાકર,રસિક રાજપૂત અને મનહર આંગ્રેજિયા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...