તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:રાજ્ય સરકારના માસ પ્રમોશનના નિર્ણય મુદ્દે ધો.10ના વિદ્યાર્થીઓમાં કહીં ખુશી કહીં ગમ..

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માસ પ્રમોશનને લઇ વાલીઓ અને શાળાના સંચાલકો સાથે ખાસ વાતચિત

કોરોનાને કારણે ધોરણ-10ના માસ પ્રમાસન આપવાનો નિર્ણય સરકારે કર્યો છે. આ મુદ્દે માત્ર શિક્ષણ વિભાગ જ નહીં પણ વાલીઓ અને શાળા-સંચાલકોની મૂંઝવણ પણ વધી છે. સરકારના નિર્ણયથી વિદ્યાર્થીઓના ભવિષ્યને નુકસાન ના થાય તે પણ જોવાનું રહેશે. ધોરણ 10માં માસ પ્રમોશન બાદ વિદ્યાર્થીઓ અને શાળા સંચાલકોએ મત વ્યક્ત કર્યો હતો.

એક કલાકની પરીક્ષા પણ લઇ શકાય
સરકારનો વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્યણ લીધો છે.તેનાથી સંતોષ નથી. બોર્ડની પરીક્ષા માટે મેં ઘણી જ મહેનત કરી છે.સરકારે બાળકોની સલામતી માટે જે નિર્યણ લીધો તે યોગ્ય છે. > ઓમ પટેલ, ધો.10, વિદ્યાર્થી

મારા મુજબ સરકાર જે નિર્ણય લીધો તે યોગ્ય
માસ પ્રમોશનનો નિર્યણ વિદ્યાર્થીઓમાં હીતમાં લીધો હોવાનું મારુ માનવું છે. ધો.12ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી જોઈએ. પરીક્ષા બાદ જ વિદ્યાર્થીઓએ કઈ લાઈનમાં જવું તે નક્કી થતું હોય છે.> ભૂમિ પટેલ,ધો.10,

કેટલાક વિદ્યાર્થીઓ આચાર્યની સામે રડી પડ્યાં
સરકારે માસ પ્રમોશન જાહેર કર્યું એનાથી મોટાભાગના વિદ્યાર્થી નાસીપાસ થયા છે.કેટલાય વિદ્યાર્થીઓ તો મને મારા આચાર્યને મળવા આવ્યા ત્યારે રડી પડ્યા કેમ કે તેઓએ આખુ વર્ષે ખૂબ મહેનત કરી છે.જેથી તેઓ નારાજ છે. > સ્વામી સીધેશ્વરજી, ટ્રસ્ટી સ્વામિનારાયણ સ્કૂલ રાજપીપલા

જિલ્લામાં સૌથી સારા માર્ક્સ લાવવાની ઈચ્છા હતી
હું ધોરણ 10 માં આવી ત્યારથી જિલ્લામા સૌથી સારા માર્ક્સ લાવવાની ઇચ્છા હતી. આખું વર્ષ મહેનત કરી કેટલાય પેપરો સોલ્યુશન કરી નાખ્યા છેલ્લે સરકારે માસ પ્રમોશન આપી દીધું એ એકદમ ખોટો નિર્ણય છે. >વિશ્વા પટેલ, વિદ્યાર્થીની, ધો.10

અન્ય સમાચારો પણ છે...