તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રાવણ શરૂ:શ્રાવણ માસના પહેલા સોમવારે શિવજીના દર્શને લોકો ઉમટ્યાં, કોરોના મહામારી ઓછી થતા પુનઃ તહેવારો શરૂ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શક્તિનાથ મહાદેવ મંદિરમાં અભિષેક માટે દરવાજા પાસે જ કળશ બાંધી પાઈપ લંબાવાઈ

ભરૂચ શહેર અને જિલ્લા સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં પ્રથમ દિવસે જ ]શહેરના શિવમંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયા હતા.વહેલી સવારથી જ શિવ ભક્તોએ શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભરૂચ શહેર અને જિલ્લામાં કોરોના મહામારીના કારણે દરેક ધાર્મિક તહેવારો ફિક્કા પડી ગયા હતા.

પરંતુ હવે કોરોનાના કેસો ઓછા થતા ફરી ધાર્મિક તહેવારોમાં રોનક આવી છે.ત્યારે સોમવારના રોજ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતા શ્રાવણ માસના પ્રથમ સોમવારે સવારથી જ ભરૂચ જિલ્લાના શિવમંદિરો શિવભક્તોથી ઉભરાયા હતા અને શિવ મંદિરોમાં ભક્તોએ વિશેષ પૂજા અર્ચના બીલીપત્રો અર્પણ કરી શિવજીને રીઝવવાના પ્રયાસો કર્યા હતા.

જોકે મંદિરના સંચાલકોએ ભક્તો કોરોના ગાઈડ લાઈનના પાલન કરાવવા સૅનેટાઇઝર અને સોશ્યલ ડીસ્ટન્ટ જાળવવા માટેના બેનરો પણ લગાવ્યા હતા.ભરૂચ શહેરમાં શક્તિનાથ મહાદેવ મંદિરે,નર્મદા કિનારે આવેલા નિલકંઠેશ્વર મંદિરે ઉપર ભક્તોએ પણ શ્રાવણી માસના પ્રથમ સોમવારે નર્મદામાં સ્નાન કરી શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.શ્રાવણ માસમાં નર્મદા સ્નાન કરવા માટેનું અનેરૂ મહત્વ રહેલું છે.જેના પગલે ભાવિક ભક્તો અહીંયા દર્શન કરવા આવતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...