ધરપકડ:ભરૂચમાં પાંચમાં દિવસે વધુ એક ટ્રાફિક જવાન લાંચ લેતા ઝડપાયો

ભરૂચ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મઢુલી ચોકડી પાસે રૂ. ₹50ની લાંચ લેતા TRB જવાનને ACBએ પકડ્યો
  • એન્ટ્રીના નામે પોલીસ અને ટીઆરબી જવાનોનું વાહનચાલકો પાસેથી ઉઘરાણું

ભરૂચના હાઇવે તેમજ વિવિધ પોઇન્ટ ઉપર ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ, ટીઆરબી અને પોલીસ જવાનોને જાણે ACB નો પણ ખોફ ન હોય તેમ તેઓ બેખોફ બની વાહનચાલકો પાસેથી એન્ટ્રી ફી ના નામે ઉઘરાણું કરી રહ્યા છે.પાંચ દિવસ પેહલા જ ઝાડેશ્વરનો પો.કો. ભરૂચ ACB ની ટ્રેપમાં ₹50 લેતા ઝડપાયો હતો. જેની શાહી હજી સુકાય નથી ત્યાં સોમવારે વડોદરા ગ્રામ્ય એન્ટી કરપ્શન બ્યુરોએ ભરૂચ-દહેજ રોડ પરથી વધુ એક ટીઆરબી જવાન એન્ટ્રી ફીના નામે લાંચ લેતા પકડાયો છે.

વડોદરા ગ્રામ્ય ACB ને માહિતી મળી હતી કે, ભરૂચથી દહેજ જવાના માર્ગ ઉપર પોલીસ, GRD, હોમગાર્ડ અને TRB ના માણસો વાહન ચાલકો પાસેથી એન્ટ્રીના નામે ₹50થી 500 સુધી લાંચ પેટે લે છે. ACB એ સોમવારે છટકું ગોઠવ્યુંુ હતું. PI કે.વી. લાકોડ દ્વારા મદદનીશ નિયામક એસ.એસ. ગઢવીના સુપરવીઝનમાં ટ્રેપ ગોઠવાઈ હતી. ભરૂચની મઢુલી ચોકડી પરથી TRB જવાન રવિન્દ્રસિંહ ગણપતસિંહ ઠાકોર લાંચની માંગણી કરી વાહન ચાલક પાસેથી ₹50 લેતા ઝડપાઇ ગયો હતો. ACB ની 5 દિવસમાં જ ભરૂચમાં બીજી સફળ ટ્રેપ છતાં વિવિધ પોઈન્ટો ઉપર વાહન ચાલકો પાસેથી એન્ટ્રીના નામે વસુલાય છે.

અન્ય સમાચારો પણ છે...