કાર્યવાહી:ઉત્તરાયણ પર્વે રાજપીપળામાં ચાર ટીમો ડ્રોનથી નજર રાખશે

રાજપીપળા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધાબા પર મ્યુઝિક સિસ્ટમ અને ફટાકડા, ચાઈનીઝ તુક્કલ, વધુ ભીડ જણાશે તો પોલીસ કાર્યવાહી કરશે

વૈશ્વિક મહામારી કોરોનાની શરૂ થયેલી ત્રીજી લહેરનાં કારણે સતત ત્રીજા વર્ષે પણ ઉત્તરાયણને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. નર્મદા જિલ્લા વડા મથક રાજપીપલા શહેરમાં પતંગના સ્ટોલ પર ગ્રાહકોની પાંખી ખરીદી જોવા મળતાં વેપારીઓને આર્થિક નુકશાની વેઠવાનો વખત આવ્યો છે. જોકે આજે કોરોના મહામારી, મંદી અને પોલીસની સ્પેશિયલ વોચ સાથે નર્મદામાં પતંગ રસિકો ઉજવશે. જો કે છેલ્લા બે વર્ષથી જે મંદીના વાદળો છવાયેલા છે. આને ઉપરથી સરકારના પતિબંધ એટલે શાંતિભર્યા વાતવરણ માં ઉતરાયણ પર્વ ઉજવાશે ધીંગામસ્તી કરવાની મઝા નહિ આવે અને જો ભીડ ધાબાપર થઇ તો ખેર નથી.

આ બાબતે રાજપીપલા વેપારી મંડળ ના પ્રમુખ રમણસિંહ રાઠોડે જણાવ્યું હતું કે ઉત્તરાયણ ના પૂર્વ દિવસે પણ પતંગ બજાર માં જોઈએ એવી ઘરાકી નહોતી વેપારીઓ પતંગ દોરા અને ટોપી ચશ્માં ફિરાક નો માલ ભરીને ગ્રાહકોની કાગ ડોળે રાહ જોતા જોવા મળી રહ્યા હતા. આજે ઉત્તરાયણ પર્વ લોકો શાંતિથી ઉજવે કોરોના ગાઇડલાઇન નું પાલન કરે એવી શુભેચ્છાઓ આપી હતી.

ઉત્તરાયણ પર્વ અને કોરોનાને લઈને નર્મદા જિલ્લા પોલીસ સજ્જ
ઉત્તરાયણ પર્વ નર્મદા જિલ્લા ની જનતા શાંતિથી ઉજવણી કરે એવી અપેક્ષા સાથે નર્મદા જિલ્લા અધિક્ષક હિમકર સિંહ સાહેબની સૂચનાથી તમામ પોલીસ મથકે ટીમો તૈયાર રાખી છે આસાથે બજારોમાં ચાઈનીઝ દોરી તુક્કલ સહીત ચેકીંગ પણ કરવામાં આવી રહી છે.

પોલીસ પેટ્રોલિંગ ની ટિમો સતત પેટ્રોલિંગ કરશે, ખાસ કરીને શહેરમાં ડ્રોન થી ધાબાઓ પર ચાલતી પ્રવુતિઓ ની વોચ રાખશે ઉંચાઈ પર પોલીસ દૂરબીન ટેલિસ્કોપ થી વોચ રાખશે, જનતાને મારી એટલી અપીલ છે કે શાંતિ પૂર્વક પતંગ ચલાવો પોતાના પરિવાર સાથે માનવો પણ ભીડ એકઠી ના કરશો અને મ્યુઝિકસીસ્ટમ ના લગાડશો સરકારની ગાઇડલાઇન હોય જિલ્લા કલેક્ટરનું જાહેરનામું પ્રસિદ્ધ હોય ના છૂટકે અમારે કાર્યવાહી કરવી પડે માટે જાહેરનામાને અને કોવીડ ગાઈડલાઈનનું પાલન કરવા માં આવે.>રાજેશ પરમાર,ડીવાયએસપી, રાજપીપળા.

અન્ય સમાચારો પણ છે...