મોંઘવારીનો નવતર વિરોધ:વાલિયાના ડહેલી ખાતે શરદ પૂર્ણિમાના દિવસે લોકો તેલના ખાલી ડબ્બા અને ગેસ સિલિન્ડર સાથે ગરબે રમ્યા

ભરૂચએક મહિનો પહેલા
  • તેલ અને ગેસના વધી રહેલા ભાવનો નવતર વિરોધ કરવામા આવ્યો

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાનાં ડહેલી ગામ ખાતે શરદ પૂર્ણિમાના દિવસે ગરબા રાખવામા આવ્યા હતા. જેમાં ગ્રામજનોએ તેલના ડબ્બા તથા ગેસના બોટલ માથે લઈ મોંઘવારીનો વિરોધ નોંધાવ્યો હતો.

હાલમાં મોંઘવારીએ માઝા મૂકી છે. દિન પ્રતિદિન પેટ્રોલ – ડિઝલના ભાવો વધી રહ્યા છે આ ઉપરાંત ગેસના બોટલના ભાવો, તેલના ભાવો તમામ ચીજવસ્તુઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ મોંઘવારીનો વિરોધ શરદ પૂર્ણિમાના ગરબામાં પણ જોવા મળ્યો હતો. વાલિયા તાલુકાનાં ડહેલી ગામ ખાતે શરદ પુર્ણિમા નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવાનો ગેસના બોટલ માથે લઈ તેમજ તેલના ડબ્બા સાથે રાખી વિરોધ નોંધાવતાં જોવા મળ્યા હતા. તો ગામના કેટલાક લોકોએ વેશભૂષા ધારણ કરી આ પર્વની ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...