કાનૂની જાગૃતિ:આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા ભરૂચ જિલ્લાના તમામ તાલુકામાં કાનૂની જાગૃતિ શિબિર યોજાઈ

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચમાં તાલુકા કાનુની સેવા સમિતિ દ્વારા લોકોનું જન જાગૃતિ અભિયાન સમગ્ર દેશમાં આઝાદીના 75 વર્ષ પુરા થયા પ્રસંગે હાલમાં આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.જે બાબતે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ,ગુજરાત હાઈકોર્ટ,અમદાવાદ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,ભરૂચના નિર્દેર્ગાનુસાર તાલુકા કાનૂની સેવા સમિતિ ભરૂચના ઉપક્રમે ભરૂચ તાલુકાના તમામ ગામોમાં 2જી ઓક્ટોબર થી 17 મી ઓક્ટોબર સુધી કાનૂની જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં પેનલ એડવોકેટ પી.એલ.વી તથા અન્ય વિષય વિશારદ વ્યક્તિઓ દ્વારા પેમ્પલેટનું વિતરણની સાથે સામાન્ય જનતાને કાયદા તથા લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ હેઠળ રચાયેલ ઉપરોક્ત જણાવેલી સંસ્થાના કાર્યો તથા કાયદો સામાન્ય જન સુધી પહોંચે, સામાન્ય લોકોમાં કાયદા વિશે જાગૃતિ ફેલાય અને ગરીબ તથા પછાત વર્ગના લોકો કાયદાની સમજ મેળવે, અન્ય સરકારી લાભો વિશે જાણકારી મેળવે,સમજે અને તેઓને સામાન્ય વ્યવહારમાં કાયદો કઈ રીતે ઉપયોગી થઈ શકે કરી શકે તેના વિશે શીબીરોમાં વિસ્તૃત સમજ આપેલી હતી.

અન્ય સમાચારો પણ છે...