• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • On Seeing The Police In Bharuch, The Bootlegger Couple Tried To Escape By Taking A U turn, The Police Gave Chase And Arrested The Duo Along With Rs 3 Lakh.

દારૂ સાથે દંપતી ઝડપાયું:ભરૂચમાં પોલીસને જોઈ બુટલેગર દંપતીએ કાર યુટર્ન લઈ ભાગવાનો પ્રયાસ કર્યો, પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી 3 લાખના મુદ્દામાલ સાથે બંનેની ધરપકડ કરી

ભરૂચ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચની જંબુસર ચોકડીથી ફોરવ્હીલ કારનો પીછો કરી ભરૂચ એલસીબીએ બુટલેબર દંપતિને ઝડપી પાડ્યું હતું. એલસીબીએ બાતમીના આધારે કારનો ફિલ્મી ઢબે પીછો કરી 91 હજારના દારૂ અને કાર સાથે કુલ 3 લાખથી વધુના મુદ્દામાલ સાથે બુટલેગર દંપતીને ઝડપી પાડ્યું હતું. પોલીસે ત્રણ બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસને જોઈ કાર યુ-ટર્ન લીધી
ભરૂચ શહેરના ફુરજા વિસ્તારમાં નારીયેળી બજારમાં રહેતો સિદ્દીકી કાસમ શેખ અને તેની પત્ની વિદેશી દારૂનો જથ્થો ભરી પોતાના ઘરે આવી રહ્યાં છે તેવી બાતમી મળી હતી. બાતમીના આધારે ભરૂચ એલસીબીએ ફુરજા રોડ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળા ઈસમો પોલીસને જોઈ કાર યુ-ટર્ન કરી કાર જંબુસર ચોકડી તરફ હંકારી મૂકી હતી. પોલીસે કારનો ફિલ્મી ઢબે પીછો કરતા કાર જંબુસર ચોકડી નજીક લોખંડની એંગલ સાથે ભટકાઈ હતી. પોલીસે ફોરવ્હીલ ગાડીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 385 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 91 હજારનો દારૂ અને ફોન તેમજ કાર મળી કુલ 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી બુટલેગર દંપતીને ઝડપી પાડ્યું હતું. જયારે અન્ય ત્રણ બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...