તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • On Ankleshwar National Highway, One Of The Three Robbers Who Put A Paddle On The Driver's Neck And Snatched The Vehicle Was Caught By The Driver.

લૂંટ:અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર ગાડી ચાલકના ગળા પર ચપ્પુ મૂકી ગાડીની લૂંટ કરનારા ત્રણ લૂંટારુઓ પૈકી એક લૂંટારુને ગાડી ચાલકે ઝડપી પાડ્યો

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્ય વાહનની મદદથી ગાડી ચાલકે લૂંટારૂઓનો પીછો કર્યો હતો
  • એક લૂંટારૂ ઝડપાયો અને એક બ્રિજ કુદતાં ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયો

ભરૂચ જિલ્લામાં ક્રઇમની ઘટનાઓમાં વધારે થઇ રહ્યો છે. આવી કોરોનાની મહામારીમાં પણ આરોપીઓ સુધરવાનું નામ નથી લેતાં. ગઇકાલે સાંજના સમયે અંકલેશ્વરની વાલિયા ચોકડી પરથી ગાડી ભાડે લઇ જવાનુ કહીને ત્રણ શખ્સોએ ગાડી ચાલકના ગળા પર ચપ્પુ મૂકી ગાડી લઇ ફરાર થઇ ગયા હતા. જોકે ગાડી ચાલકે અન્ય વાહનની મદદથી તેમને પીછો કરી એક આરોપીને ઝડપી લીધો હતો. આ અંગે શહેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વાલિયા તાલુકાનાં ગૂંદીયા ગામના પંચાયત ફળિયામાં રહેતા યોગેશભાઈ રમણભાઈ વસાવા અંકલેશ્વરની વાલિયા ચોકડી પર પોતાની ઇક્કો ગાડી લઇને ઊભા હતા તે દરમિયાન ત્રણ યુવાનો તેમની પાસે આવ્યા હતા અને ગાડી ભાડે લઈ માંડવા-મૂલદ ચોકડી જવાનું હોવાનું જણાવ્યુ હતું. ગાડી ચાલકે 400 રૂપિયા ભાડું નક્કી કર્યું હતું જે બાદ તેઓ અંકલેશ્વર નેશનલ હાઇવે પરથી માંડવા-મૂલદ ચોકડી તરફ જઈ રહ્યા હતા તે વેળા મોતાલી બ્રિજ નજીક યુ ટર્ન પાસે ત્રણમાંથી એક લૂંટારુએ ગાડી ચાલકના ગળા પર ચપ્પુ મૂકી કાર ધીમી કરવાનું કહેતા તેણે ગાડી ધીમી કરી હતી.

ત્યારબાદ લૂંટારુઓએ યોગેશ વસાવાને નીચે ફેંકી ગાડી લઈ ફરાર થઈ રહ્યા હતા. તે સમયે હાઇવે ઉપર અન્ય ગાડીની મદદથી યોગેશ વસાવાએ લૂંટારુઓનો પીછો કરી અમરાવતી બ્રિજ નજીક રોકી ત્રણ પૈકી એક લૂંટારુને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય લૂંટારુ બ્રિજ પરથી નીચે કૂદી ગયો હતો જેને ઇજાઓ પહોંચતા તેને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે શહેર પોલીસે લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...