સ્કૂલ ચલે હમ:આજથી ભરુચ જિલ્લામાં ધોરણ-1થી 5ના ઓફલાઈન વર્ગો શરૂ, જૂના મિત્રોને મળવાનો વિધાર્થીઓમાં આનંદ

ભરૂચ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાકાળથી બંધ વર્ગો શરૂ થતાં શાળાઓ વિદ્યાર્થીઓના ચહલપહલથી ધમધમી ઉઠી

કોરોના મહામારીના કારણે છેલ્લા ઘણા સમયથી બંધ ધોરણ એકથી પાંચની શાળાઓ આજથી શરૂ કરવામાં આવી છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરની આશંકાઓને પગલે રાજ્ય સાથોસાથ ભરૂચ જિલ્લામાં 20 માસ સુધી પ્રાથમિક શાળાઓમાં ઓફલાઈન શિક્ષણકાર્ય બંધ રહ્યાં બાદ આજરોજ ફરી એકવાર શહેર-જિલ્લામાં આવેલી પ્રાઈમરી સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું છે. રાજ્ય શિક્ષણબોર્ડ તથા મેડિકલ વિભાગની ગાઈડલાઈન મુજબ શિક્ષણકાર્ય બહાલ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં છેલ્લા 2 વર્ષથી શાળાઓમાં ઓનલાઈન ક્લાસીસ ચલાવવામાં આવી રહ્યા છે. હાલમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે જેના કારણે રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડી શાળા-કોલેજોના વર્ગો શરુ કરવાની પરવાનગી આપવામાં આવી છે.

ભરૂચ જિલ્લામાં અગાઉ વિવિધ શાળાઓમાં 50 ટકા હાજરી સાથે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવ્યું હતું. જે બાદ ગતરોજ રાજ્યના શિક્ષણમંત્રી દ્વારા ધોરણ-1થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ કરવા જાહેરાત કરવામાં આવી હતી. જેને લઈ આજથી ભરુચ જિલ્લામાં ધોરણ-1થી 5ના વર્ગો ઓફલાઇન શરૂ કરવાની મંજૂરી મળી હતી. જે વર્ગો વાલીઓની સહમતી સાથે શરૂ કરવામાં આવ્યા છે.

વિદ્યાર્થીઓ લાંબા સમય બાદ શાળાઓમાં આવતા તેઓને પણ જૂના મિત્રોને મળવાનો આનંદ હતો અને તેઓએ ખુશી વ્યક્ત કરી હતી. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ હજી પણ ઘરે બેઠા ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે.

અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત વિવિધ પ્રાથમિક શાળઓ ખાતે ધોરણ-1થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ કરવાની મંજૂરી મળતા જ વાલીઓની સહમતી સાથે શરૂ કરવામાં આવ્યા છે. અંકલેશ્વર નગર પાલિકાના પ્રમુખ વિનય વસાવા અને શિક્ષણ સમિતિના ચેરમેનના કિંજલ ચૌહાણ હસ્તે સેનેટાઇઝર, માસ્ક સાથે ફૂલ અને ચોકલેટ આપી વિદ્યાર્થીઓએને આવકારવામાં આવ્યા હતા. કોરોનાની ગાઈડ લાઇન સાથે ઓનલાઈન વર્ગો શરૂ કરવવામાં આવ્યા છે. જ્યારે જી.આઈ.ડી.સી.વિસ્તારમાં આવેલી શાળા ખાતે પણ ધોરણ-1થી 5ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે શાળાઓ શરૂ થતાં જ ભૂલકાઓની કિલકિલાટ સાથે વિદ્યાર્થીઓની ચહલપહલથી શાળા ધમધમી ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...