તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રચાર:જંબુસરના ભાજપના ઉમેદવારના પ્રચારમાં અભિનેત્રીએ ઠુમકા લગાવ્યાનો વીડિયો થયો વાયરલ

ભરૂચ6 દિવસ પહેલા
 • મોટી સંખ્યામાં લોકોના ટોળામાં કોરોના ગાઇડલાઇનના ચીથરા ઉડ્યા
 • મમતા ચૌધરી નામની અભિનેત્રીએ ઠુમકા લગાવી મતદારોને રિઝવવા પ્રયાસ

રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ સમાપ્ત થઈ ગયો છે, જ્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનું મતદાન થવાનું છે. આ દરમિયાન તાલુકા પંચાયતના પ્રચારમાં ભરૂચના જંબુસર તાલુકામાં ગુજરાતી અભિનેત્રીએ ચૂંટણીના પ્રચારમાં જોડાઇ ડાન્સ કરતાં વીડિયો વાયરલ થયો છે. જંબુસરના ભાજપના ઉમેદવારના પ્રચારમાં અભિનેત્રીએ ડાન્સ કરીને મંચ પરથી ઠુમકા લગાવ્યા હતા, જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ટોળે વળતા સોશિયલ ડિસ્ટન્સિંગના પણ ધજાગરા ઉડ્યા હતા.

જંબુસર તાલુકા પંચાયતની ઉચ્છદ બેઠકના ઉમેદવારે એક જંગી સભા યોજી હતી. આ સભામાં ગુજરાતી અભિનેત્રી મમતા ચૌધરી જોડાઈ હતી અને રેલી કાઢવામાં આવી હતી. ઉમેદવાર નીતિન પટેલની રેલીમાં મતદારોને રિઝવવા માટે મમતા પાસે ઠુમકા લગાવવામાં આવ્યા હતા. શિસ્તબદ્ધ ગણાતી ભાજપના પક્ષની રેલીમાં આ અભિનેત્રીના ડાન્સે આકર્ષણ જમાવ્યું હતું.

મમતા ચૌધરીએ જે પ્રકારે ડાન્સ કર્યો હતો એ પ્રકારના ડાન્સ ઉત્તર પ્રદેશ બિહાર, હરિયાણા અને અન્ય કેટલાક રાજ્યોમાં ચૂંટણી પ્રચારમાં થાય છે. સપના ચૌધરી આ પ્રકારના ડાન્સ કરવા માટે જાણીતા અભિનેત્રી છે. જોકે, ગુજરાતના મંચ પર આ પ્રકારના કાર્યક્રમો જોવા મળતા નથી ત્યારે હવે નેતાઓ મતદારોને રિઝવવા માટે અભિનેત્રીઓનાં ઠુમકા લગાવવા પણ જાણે મજબૂર બન્યા હોય તેવી સ્થિતિ છે.

ગામડાની પ્રજા મમતા ચૌધરીને જોવા માટે મોટી સખ્યામાં આવી હતી. લોકોએ પોતાના મોબાઇલમાં વીડિયો શુટ કરી અને તેની મજા માણી હતી. જોકે, આ બધાની વચ્ચે કોરોના ગાઇડલાઇનના ચીથરા ઉડી ગયા હતા. ભાજપ સરકારની ગાઇડ લાઇનું પાલન ભાજપ સરકાની રેલીમાં જ નહોતું થયું. મોટી સંખ્યામાં લોકોના ટોળમાં ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ કે માસ્ક જોવા નહોતું મળ્યું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો