તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધુળેટીની અનોખી પરંપરા:ઇલ્લાજીની સ્મશાનયાત્રા સાથે ધૂળેટીનો અનોખો ઇતિહાસ, જંબુસર પાંજરાપોળ પટેલ ખડકીમાં કરાય છે અનોખી ઉજવણી

ભરૂચ2 મહિનો પહેલા
 • ભરૂચમાં ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી સ્મશાનયાત્રા કાઢવામાં આવે છે
 • ફળિયાના યુવાનો દ્વારા ધાણી, ચણા સહિતનો ભોગ ધરાવવામાં આવે છે

જંબુસર શહેરની પાંજરાપોળ પટેલ ખડકીમાં હોળીના દિવસે ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી ધૂળેટીના દિને સવારે પૂર્વજોની પરંપરા મુજબ ઇલ્લાજીની સ્મશાનયાત્રા કાઢવામાં આવે છે. જેમાં દરેક લોકો સહભાગી થાય છે.

લોકવાયકા મુજબ ઇલ્લાજી હોળીકાનો મંગેતર હતો

જંબુસર પાંજરાપોળ વિસ્તારની પટેલ ખડકીમાં બાપ દાદાની પેઢીથી પરંપરાગત હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે. અને પરંપરા મુજબ હોળીના દિવસે તળાવની માટીમાંથી ઇલ્લાજીની પ્રતિમા બનાવવામાં આવે છે. અને ફળિયાના યુવાનો દ્વારા તેને જરૂરિયાત મુજબ ધાણી ચણા સહિતનો ભોગ ધરાવવામાં આવે છે. અને ધૂળેટીના દિવસે સવારે પટેલ ખડકી તથા આજુબાજુ ખડકીના લોકો એકત્ર થઈ નનામીમાં સુવડાવી ફૂલહાર ચઢાવી આરતી કરી સ્વજનની જેમ સ્મશાનયાત્રા કાઢી વિદાય આપવામાં આવે છે.

તળાવની માટીમાંથી ઇલ્લાજીની પ્રતિમા બનાવવામાં આવે છે

લોકવાયકા મુજબ ઇલ્લાજી હોળીકાનો મંગેતર હતો. હોળીના દિવસે હોળીકા અગ્નિમાં ભસ્મીભૂત થાય છે. બીજા દિવસે ઇલ્લાજી લગ્ન કરવા માટે હિરણ્યકશ્યપને ત્યાં જાય છે અને જુએ છે તો હોળીકાનું દહન થઈ ગયું હતું અને રાખ જોઈ તે ખૂબ દુઃખી થાય છે. અને તેનું મન વિચલિત થયું અને ભાવવિભોર બની તે રાખમાં ખુબજ આળોટે છે. અને અલગ અલગ રંગ ઉત્પન્ન થાય છે અને ત્યારથી જ આ ધૂળેટીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. તેમ પાંજરાપોળ પટેલ ખડકીના યુવાનોએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો