તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સિમેન્ટ અને સ્ટીલની કિંમતમાં દિવસે-દિવસે વધારો થઈ રહ્યો છે જેની સીધી અસર બાંધકામ ક્ષેત્રે પડી રહી છે. જે અંગે માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. મટીરીયલ્સમાં થતાં ભાવ વધારાને કારણે મકાનોની કિંમતમાં ના છુટકે ગુજરાતના ડેવલપર્સ દ્વારા યુનીટ કોસ્ટમાં 15થી 20%નો વધારો કરવો પડશે.
રીયલ એસ્ટેટ સેકટર ઉપર 250થી વધુ નાના મોટા ઉધોગો નિર્ભર:સીમેન્ટ અને સ્ટીલ કંપનીઓ દ્વારા કાર્ટેલ કરી છેલ્લા કેટલાંક સમયથી છાસવારે ભાવમાં અસહ્ય વધારો કરી રહી છે. જેના પરિણામે રાજ્યમાં બાંધકામનો વ્યવસાય ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે. રીયલ એસ્ટેટ સેકટર ઉપર 250થી વધુ નાના મોટા ઉધોગો નિર્ભર રહેલ છે. જે 40 મિલિયન સ્કીલ અને અનસ્કીલ વર્કર્સને રોજગારી પૂરી પાડે છે. રીયલ એસ્ટેટ સેક્ટર ભારતના અર્થતંત્રને વેગ આપવા માટે મોટા પાયે સહભાગી રહેલું છે તેવા સંજોગોમાં સીમેન્ટ અને સ્ટીલ કંપનીઓ દ્વારા ઈન્ફાસ્ટ્રકચર અને આવાસ નિર્માણ કાર્યો ઉપર રોક લગાવવાનો પ્રયાસ થઈ રહેલ છે. જે તદન ગેરવ્યાજબી અને કંપનીઓ દ્વારા પોતાના અંગત સ્વાર્થને પોપવાનો પ્રયાસ છે.
નીતીન ગડકરીએ પણ ભાવ વધારા અંગે આપી હતી પ્રતિક્રિયા: અગાઉના વર્ષોમાં પણ સીમેન્ટ અને સ્ટીલ કંપનીઓ દ્વારા કાર્ટીલ કરી કરેલ ભાવ વધારાના અનુસંધાને MRTP કમિશન દ્વારા મોટી પેનલ્ટી લગાવવાનો ઓર્ડર પણ થયેલ હતો. તાજેતરમાં CCI દ્વારા પણ સ્ટીલ કંપનીઓ દ્વારા કાર્ટેલ રચી કરવામાં આવેલ ભાવ વધારા અંગે તપાસ ચાલું કરાયેલ છે. યુનિયન મિનિસ્ટર નીતીન ગડકરીએ પણ સીમેન્ટ અને સ્ટીલ કંપનીઓ દ્વારા કરવામાં આવેલ ભાવ વધારા અંગે પોતાની પ્રતિક્રિયા આપેલી હતી. જ્યારે કેડાઈ નેશનલ દ્વારા પણ તા. 18-12-2020ના રોજ પત્ર લખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ બાબતે હસ્તક્ષેપ કરી યોગ્ય નિકાલ લાવવા અંગે વિનંતી કરવામાં આવેલ છે.
પ્રધાનમંત્રીને લખેલા પત્રમાં જણાવાયું હતું કે, "કોવિડ-19 મહામારીના કારણે સમગ્ર વિશ્વના અર્થતંત્ર ઉપર માઠી અસરો થવા પામી છે જેને રીવાઈવ કરવા કેન્દ્ર અને રાજય સરકારો દ્વારા અનેક પ્રકારની યોજનાઓ અમલી બનાવેલ છે. કોરોના મહામારીના કારણે મોટા પાયે નુકસાન થયુ છે અને આવી સ્થિતિમાં અર્થતંત્રની સ્થિતિ નિયંત્રણમાં આવે અને ધંધા રોજગાર પુનઃ પૂર્વવત બને તે આવશ્યક છે."
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.