તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારી કૃષિ યુનિવર્સિટીના 16માં પદવીદાન સમારંભમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કૃષિ ક્ષેત્રે સિદ્ધિ મેળવનારને સન્માનિત કર્યા હતા. આ પદવીદાન સમારોહમાં ભરૂચની કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપકને શ્રેષ્ઠ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. નોંધનીય છેકે, ડો તુષાર પટેલે નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય નવસારી ખાતેથી સ્નાતક અનુસ્નાતક તથા પી.એચ.ડી ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓશ્રી કૃષિ વિશ્વવિદ્યાલય નવસારી ખાતે મદદનીશ પ્રાધ્યાપક તરીકે નિમણૂક થઈ 11 વર્ષ દરમિયાન કૃષિ શિક્ષણ સંશોધન અને વિસ્તરણની ખુબ જ સરાહનીય કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવે છે.
ડો તુષાર પટેલ દ્વારા કરાયેલ પીએચડી સંશોધન માટે એમને કૃષિ વિશ્વ વિદ્યાલયના સર્વોચ્ચ વિદ્યાર્થી તરીકેનું બહુમાન પ્રાપ્ત થયું છે. જે માટે એમને ચાન્સેલર ગોલ્ડથી નવાજવામાં આવ્યા હતા અને આજે એવો એ જ માત્ર સંસ્થાના સર્વ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત થઈ ગૌરવની લાગણી અનુભવે છે. ડોક્ટર તુષાર પટેલ તેમને મળેલા સન્માન અંગે જણાવ્યું હતું કે ઈશ્વર માતા-પિતા પરિવાર ગુરુના આશીર્વાદ તથા મિત્ર તથા સમાજના સહયોગ થકી જીવનની અવનવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. જે માટે હું સર્વેનો આભાર અને ઋણ સ્વીકાર કરું છું.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.