તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • On The Occasion Of Amrut Mahotsav Of Independence, Dandi Yatra Started From Sabarmati And Entered Bharuch City. Dandi Pilgrims Were Welcomed With Flowers At Sevashram.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાંડીયાત્રા:આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સાબરમતીથી નીકળી દાંડીયાત્રા ભરૂચ શહેરમાં પ્રવેશી, દાંડી યાત્રિકોનું સેવાશ્રમ ખાતે ફૂલોથી સ્વાગત કરાયું

ભરૂચએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વહેલી સવારે દેરોલથી નીકળી ભરૂચના સેવા આશ્રમ ખાતે દાંડી યાત્રિકોએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી

આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સાબરમતીથી નીકળી દાંડીયાત્રા વહેલી સવારે દેરોલથી નીકળી ભરૂચના સેવા આશ્રમ ખાતે પહોંચી છે. જેમાં દાંડી યાત્રિકોએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી છે.

દાંડી યાત્રિકોનું સેવાશ્રમ ખાતે ફૂલોથી સ્વાગત કરાયું

સાંસદ મનસુખ વસાવા, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, પાલિકા પ્રમુખ અમીત ચાવડા, જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશ મિસ્ત્રી, જિગ્નેશ મિસ્ત્રી, પૂર્વ પાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલા, પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિ અને ચીફ ઓફિસર સંજય સોની દ્વારા દાંડી યાત્રિકોનું સેવાશ્રમ ખાતે ફૂલોથી સ્વાગત કરાયું છે.

દાંડી યાત્રિકો સાંજે ચાર કલાક સુધી રાજપુત છાત્રાલય ખાતે વિશ્રામ કરશે

આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, નગરસેવકો, અધિકારીઓ અને કાર્યકરોએ હાજરી આપી છે. તેમજ આજે દાંડી યાત્રિકો સાંજે ચાર કલાક સુધી ભરૂચના રાજપુત છાત્રાલય ખાતે વિશ્રામ કરશે. તથા સાંજે ચાર કલાકે ભરૂચના પાંચબત્તી, સોનેરીમહેલ, લલ્લુભાઈ ચકલા થઈ નવ ચોકી ઓવરાથી જળમાર્ગે અંકલેશ્વરમાં પ્રવેશ કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો