શિક્ષણ યજ્ઞ:UPSC/GPSC પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ભરૂચની ખાનગી લાઇબ્રેરીમાં AC રૂમ ફાળવાયો

ભરૂચ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચની કે.જે. ચોક્સી પબ્લિક લાયબ્રેરીની મધ્યમવર્ગના પરિક્ષાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા

ભરૂચની કે.જે. ચોક્સી પબ્લિક લાયબ્રેરીમાં UPSC/GPSC પરીક્ષાઓની તૈયારી કરતાં વિધાર્થીઓ માટે ખાસ એક અલાયદો વિભાગ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. જેમાં UPSC/GPSC તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે RRB, બેન્ક તલાટી , પોલીસ સબ ઇન્સપેકટર, રેલવે વગેરેની જગ્યાઑ માટે થતી ભરતીને આવરી લેતા વિષયોના પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ સિવાય પુસ્તકાલયમાં જે પુસ્તકો ઉપલબ્ધ નથી હોતા તેવા પુસ્તકો આ લાયબેરી વિધાર્થીઓના મંતવ્ય અને માંગણી મુજબ મંગાવે પણ છે જેથી તેઓ યોગ્ય દિશામાં પરીક્ષાલક્ષી તૈયારી કરી શકે.

અહીં વાંચવા આવતા પરિક્ષાર્થીઓનું કહેવું છે કે UPSC/GPSC તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો ઘણા મોંઘા હોય છે. જે મધ્યમવર્ગના પરિક્ષાર્થીઓ ખરીદી શકવાને અસમર્થ હોય છે. અને ના ખરીદો તો તેઓ તે જ્ઞાનથી વંચિત રહી જાય છે ત્યારે તેઓ પાસે ફકત એક જ વિકલ્પ રહે છે અને તે છે પુસ્તકાલય. આવા પુસ્તક અમને ખૂબ ઉપયોગી થઈ પડે એમ છે તો અમને તે ઉપલબ્ધ કરાવી આપો તેઓની માંગને માન આપી કે જે ચોક્સી સાર્વજનિક પુસ્તકાલયે તે વિષયને લગતા ઘણા પુસ્તકો ઉપલબ્ધ કરાવી આપ્યા છે. ભારત તેમ જ વિશ્વના ઇતિહાસ અને સાહિત્યને લગતા પુસ્તકો પણ આ વિભાગમાં ઉપલબ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...