તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન:ભરૂચ ખાતે વિશ્વ નર્સિંગ ડેની ઉજવણી નિમિત્તે નર્સિંગ સ્ટાફનું સન્માન કરાયું

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના કાળમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ સહુનું અભિવાદન

હાલની સ્થિતિમાં રાત દિવસ એક કરીને દર્દીઓની સારવાર કરી રહેલ નર્સિંગ સ્ટાફનું આજરોજ અભિવાદન કરવામાં આવ્યું હતું. અને તેઓની સેવાઓને બિરદાવવામાં આવી હતી. છેલ્લા દોઢ વર્ષથી કોરોના કાળમાં દરેક હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આજે વિશ્વ નર્સિંગ ડે નિમિત્તે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું હતું.

ભરૂચ વિભાગીય એસ.ટી.મજદૂર સંઘ દ્વારા નર્સિંગ સ્ટાફનું અભિવાદન કરવામાં આવ્યું હતું. અને તેઓની કામગીરીને બિરદાવવામાં આવી હતી. આ પ્રસંગે સિવિલ હોસ્પીટલના આર.એમ.ઓ. એસ.આર. પટેલ, મજદૂર સંઘના સભ્યો તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

છેલ્લા દોઢ વર્ષથી કોરોના કાળમાં દરેક હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આજે વિશ્વ નર્સિંગ ડે નિમિત્તે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...