તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:નર્મદા કોલેજ ઓફ મેનેજમેન્ટમાં 142 જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય સંચાલકોએ લટકતું રાખ્યું હોવાના આક્ષેપો NSUIએ કર્યા

ભરૂચ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીબીએ સેમ-1માં ઇન્ટરનલ પ્રેક્ટીકલ પરિક્ષા ન લેવાતા વિદ્યાર્થીઓના રિઝલ્ટ ડિએલઓમાં રાખ્યા

ભરૂચની નર્મદા કોલેજ ઓફ મેનેજમેન્ટમાં બીબીએ સેમ-એકમાં ઇન્ટરનલ પ્રેક્ટીકલ પરિક્ષા ન લેવાતા યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના રિઝલ્ટ ડિએલઓમાં રાખ્યા છે. જેથી આશરે 142 જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય કોલેજ સંચાલકોએ લટકતું રાખ્યું હોવાના આક્ષેપો NSUI દ્વારા કરાયા છે.

નર્મદા કોલેજમાં પરીક્ષા કેમ લેવામાં ન આવી એક ગંભીર પ્રશ્ન

NSUI ભરૂચના પ્રમુખ યોગેશ પટેલ દ્વારા કરાયેલી રજુઆત અનુસાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને સલંગ્ન BBA વિભાગની તમામ કોલેજો દ્વારા જે તે સમયે ઇન્ટરનલ પરીક્ષા લેવામાં આવી હતી. અને યુનિવર્સિટી દ્વારા પણ પરીક્ષા નિશ્ર્ચીત સમયમાં લેવામાં આવે તેમ તમામ કોલેજોમાં જણાવાયું હતું. તેમ છતાં નર્મદા કોલેજમાં પરીક્ષા કેમ લેવામાં ન આવી એક ગંભીર પ્રશ્ન છે.

કોલેજમાં પરીક્ષા માટે પૂરતાં પ્રમાણમાં કોમ્પ્યુટરની વ્યવસ્થા નથી

જે તે સમયે વિદ્યાર્થીઓએ આ બાબતે ફેક્લટીને પૂછતાં કોલેજમાં પરીક્ષા માટે પૂરતાં પ્રમાણમાં કોમ્પ્યુટરની વ્યવસ્થા નથી તેમ કારણ જણાવ્યું હતુ. જો કોલેજ પાસે વિદ્યાર્થીઓના ભણતર માટેની પૂરતી સવલતો અને વ્યવસ્થા નથી તો શું કામ આવા વિભાગમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી તેમના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવે છે. અને આ ગંભીર બેદરકારી માટે જવાબદાર કોણ.? તેવા પણ ગંભીર આક્ષેપો કરાયા હતા.

નર્મદા કોલેજનાં સંચાલકો હંમેશા વિદ્યાર્થીઓના હિત વિરુદ્ધની નિતી કરે છે

142 જેટલા વિદ્યાર્થીઓ માટે તાત્કાલીક ધોરણે પરીક્ષા માટે વિકલ્પ કરે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે બેજવાબદારી દાખવવા બદલ BBA ફેકલ્ટી હેડ, સંચાલકો તેમજ જવાબદાર પર યોગ્ય કાર્યવાહી કરાય તેવી યુનિવર્સિટી કુલપતી અને નર્મદા એજ્યુકેશન એન્ડ સાઇન્સ રિસૅચ સોસાયટીનાં ડાયરેક્ટરને ભરુચ જીલ્લા NSUI દ્વારા માંગ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...