તપાસ:માટી ખનન મુદ્દે તત્કાલીન સરપંચ, તલાટીને દંડ વસૂલાત માટે નોટિસ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરભાણ ગામે ગેરકાયદે માટી ખનન થયું હતું

આમોદના સરભાણ ગામે તલાવડીમાંથી માટી ચોરીના કેસમાં તત્કાલિન ગ્રામ પંચાયત સરપંચ, સભ્ય, તલાટી કમ મંત્રીને પણ 5.93 લાખના દંડના વસુલાતની નોટીસ ભરૂચ ભુસ્તર વિભાગે આપી છે. સરભાણ ગામે સર્વે નંબર 8 તેમજ સર્વે નંબર 837 તલાવડીમાં ગેરકાયદે સાદી માટીની ચોરીના કેસમાં નાયબ ડીડીઓ, ટીડીઓ તેમજ ખાણ ખનીજ વિભાગ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરાઇ હતી.

જેના અહેવાલમાં ગ્રામ પંચાયત સરપંચ, સભ્ય તેમજ તલાટી કમ મંત્રીની પણ જવાબદારી બનતી હોવાનું સ્પષ્ટ થતાં ખાણ ખનીજ વિભાગ દ્વારા તેમને પણ બન્ને જમીનમાંથી કુલ 2.40 લાખ મેટ્રીક ટન સાદીમાટીનું બીન અધિકૃત રીતે ખનન કરવાના સબબમાં 5.93 લાખની દંડની રકમ વસુલાત કરવા માટેની નોટીસ આપવામાં આવી હતી. ઉપરાંત ગૌચરની જમીનમાં ખોદકામ મુ્દ્દે આધારપુરાવા રજૂ કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...