તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોમાસા ટાણે જ જાગતું તંત્ર:ભરૂચના 280 જર્જરીત મકાનો ઉતારવા નોટિસ

ભરૂચ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસામાં દર વર્ષે મકાન ધરાશાયી થાય છે,15 વર્ષથી માત્ર સંતોષ માનતું પાલિકા
  • મકાન માલિકો અને ભાડુઆત વચ્ચેના વિવાદમાં જર્જરીત મકાનો ઉતારવામાં વિઘ્ન

ભરૂચ શહેર નર્મદા નદીના કિનારે વસેલું પ્રાચીન નગરી છે. જેના કારણે શહેરમાં પ્રાચીન ઢબના બનેલા અનેક મકાનો અને હવેલીઓ છે. સમય જતાંની સાથે જુના ભરૂચમાં રહેતા લોકો તેમના જુના મકાનો ખાલી કરી સોસાયટી વિસ્તારોમાં વસી ગયાં હોવાથી તેમના મકાનો ખાલી પડયાં છે અથવા ભાડેથી આપ્યાં છે.

​​​​​જુના ભરૂચના મોટા ભાગના વિસ્તારોમાં બંધ હાલતમાં પડેલાં મકાનો જર્જરિત અને ખંડેર બની ગયાં છે. છેલ્લા 15 વર્ષ ઉપરાંતથી પાલિકા આવા મકાન માલિકોને ઉતારી લેવા અથવા સુરક્ષિત કરવા નોટિસ આપે છે.આ વર્ષે પણ ભરૂચ પાલિકા દ્વારા શહેરના 280 મકાન માલિકોને તેમના જર્જરિત બનેલા મકાનો તાત્કાલીક ઉતારી લેવા અથવા તેનું સમારકામ કરાવીને સુરક્ષિત કરવાની નોટીસ અપાઈ છે. પરંતુ અમુક માલિકોના પેટનું પાણી પણ હલતું નથી. જેના કારણે આવા મકાનો ચોમાસામાં ધરાશાયી થાય ત્યારે આસપાસના માસુમ લોકોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. જો પાલિકા દ્વારા આવા મકાન માલિકો સામે લાલ આંખ કરીને દંડનીય કાર્યવાહી કરાય તેવી લોક માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...