કાર્યવાહી:સરભાણ ગામે માટી કૌભાંડમાં 5.93 કરોડ દંડ ભરવા કોન્ટ્રાક્ટરને નોટિસ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગૌચર, ગામતળાવ અને ખેત તલાવડીમાં માટી ખનન થતાં દંડ
  • સુજલામ સુફલામ જળ અભિયાનમાં માટી નાંખ્યાનું કોન્ટ્રાક્ટરે કહ્યું હતું

આમોદ તાલુકાના સરભાણ ગામે ગૌચરની જમીન, ગામ તળાવ તથા ખેત તલાવડી એમ કુલ ત્રણ સ્થળો પરથી કોન્ટ્રાક્ટરે ખોદકામ કર્યું હતું. જે બાબતે સરભાણ ગામના અતુલ મોતીભાઈ પટેલે 4 એપ્રિલ 2021ના રોજ ખાણ ખનીજ વિભાગની ભરૂચ કચેરીમાં ફરિયાદ કરી હતી. જેની તપાસ થતાં ગામ તળાવ સર્વે નંબર 8માં 150880 મેટ્રીક ટન, ગૌચરની જમીનમાં 4583.82 મેટ્રીક ટન તથા ગામ તલાવડીમાં 89.680 મેટ્રીક ટન કુલ મલી 245144 મેટ્રીક ટન સાદી માટીનું ખોદકામ થયું હોવાનું ફલિત થયું હતું.

કોન્ટ્રાક્ટર ઉત્તમ પટેલે સૂઝલામ સુફલામ જળ અભિયાન 2020 અંતર્ગત મંજૂરી મેળવવ્યા અંગેનો તાલુકા વિકાસ અધિકારી આમોદનો 30 એપ્રિલ 2020નો હુકમ રજૂ કર્યો હતો.ત્યાર બાદ તાલુકા વિકાસ અધિકારી આમોદનું પ્રમાણપત્ર રજૂ કરતાં તેમાં કોન્ટ્રાકટર ઉત્તમ પટેલ દ્વારા સૂઝલામ સુફલામ યોજના હેઠળ કુલ 371142 મેટ્રીક ટન સાદી માટી ખોદકામ કરી વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઇવેમાં નાખી હોવાનું પ્રમાણપત્રમાં દર્શાવ્યું હતું.

ખાણ ખનીજ વિભાગની ભરૂચ કચેરીના સર્વેયર દ્વારા ચોક્કસ વિસ્તાર સર્વે કરી માપણી કરી હતી.તેમજ ગૌચરની જમીનમાં થયેલ ખોદકામ બાબતે તલાટી કમ મંત્રી સરભાણને કાર્યવાહી કરવા પત્ર લખ્યો હતો. સર્વે નંબર 837 ખેત તલાવડીમાં 89.680 મેટ્રીક ટન સાદી માટીનું ખોદકામ કર્યું હોવાનુંજણાવ્યું છે.

બિન અધિકૃત ખોદકામ બદલ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી
કોન્ટ્રાકટરે 240560 મેટ્રીક ટન બિન અધિકૃત માટીનું ખનન થયું હોવાનું ફલિત થયું હતું.જેથી ગુજરાત મિનરલ્સ રૂલ્સ 2017ના નિયમ 3,5,7ના ભંગ બદલ કોન્ટ્રાકટર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા નોટિસ આપી હતી. બિન અધિકૃત માટી ખોદકામ અને પર્યાવરણ નુકશાનીના વળતર પેટે કુલ 5,93,58,180નો આકરો દંડ વસૂલવા માટે ખાણ ખનીજ વિભાગ ભરૂચ કચેરીએ વલસાડના કોન્ટ્રાક્ટર ઉત્તમ પટેલને નોટીસ ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...