• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Not A Single MLA From Bharuch District Got A Place In The Cabinet, The MP Said 'there Will Be A Lot Of Resentment Among The People'

નારાજગી:મંત્રીમંડળમાં ભરૂચ જિલ્લાના એકપણ ધારાસભ્યને સ્થાન ના મળતા સાંસદ નારાજ, સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લખ્યું - 'લોકોમાં ખૂબ જ નારાજગી ઉભી થશે'

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂપાણી સરકારમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ મંત્રી હતા

ગુજરાતમાં મુખ્યમંત્રીના રાજીનામા બાદ આખું મંત્રીમંડળ બદલી નાખવામા આવ્યું છે. ફેરબદલના કારણે અનેક મંત્રીઓ નારાજ હોવાની ચર્ચા છે પણ હજી સુધી એકપણ મંત્રી ખુલ્લીને નારાજગી વ્યકત કરી શક્યો નથી. એવામાં મંત્રીમંડલમાં ભરૂચ જિલ્લાની બાદબાકી કરી દેવાતા સાંસદ મનસુખ વસાવાએ પોતાની નારાજગી વ્યકત કરી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી સાંસદે પોસ્ટ કરી લખ્યું છે કે, ભરૂચ જિલ્લાના કોઈ ધારાસભ્યનો મંત્રીમંડળમાં સમાવેશ ના થતા લોકોમાં નારાજગી ઉભી થશે.

દુષ્યંત પટેલનું નામ નક્કી માનવામા આવી રહ્યું હતું

રાજ્યના નવા મુખ્ય પ્રધાનના નવા મંત્રી મંડળમાં ભરૂચ જીલ્લાના ભાજપાના 3 પૈકી 1 ધારાસભ્યને સ્થાન મળશે તેવી શક્યતાઓ ઠગારી નીવડી હતી. અને ૩ પૈકી એકેય ધારાસભ્યનો મંત્રી મંડળમાં સમાવેશ કરાયો ન હતો. નવા મુખ્ય પ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા બાદ આજરોજ તેઓના મંત્રી મંડળની નવી ટીમનો શપથ ગ્રહણ સમારંભ યોજવામાં આવ્યો હતો. મંત્રી મંડળમાં નો રીપીટ થીયરી અપનાવવામાં આવી હતી અને જુના એકેય મંત્રીને રીપીટ કરવામાં આવ્યા ના હતા. આખે આખું મંત્રી મંડળ નવા સભ્યોથી રચવામાં આવ્યું છે. ભરૂચ જીલ્લામાં અગાઉના મંત્રી મંડળમાં અંક્લેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલનો સમાવેશ હતો જો કે નવા મંત્રી મંડળમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલને સ્થાન મળે તેવી શક્યતાઓ પ્રબળ બની હતી અને અંત સુધી તેઓના નામની સંભાવનાઓ પણ હતી પરંતુ અંતિમ સમયે તેઓનું નામ મંત્રીઓના લીસ્ટમાં સામેલ કરાયું ન હતું. ભરૂચ જીલ્લામાંથી એકેય ધારાસભ્યને મંત્રીપદુ ન મળતા કેટલાક લોકોમાં નારાજગી જોવા મળી હતી.

મનસુખ વસાવાએ સોશિયલ મીડિયાના માધ્યમથી નારાજગી વ્યકત કરી

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તો પોતાની નારાજગી સોશ્યલ મીડિયામાં પણ વ્યક્ત કરી દીધી હતી. તેઓએ ફેસબુક તેમજ ટ્વીટર પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભરૂચ જીલ્લામાંથી એકેય ધારાસભ્યને મંત્રી મંડળમાં સામેલ ન કરાતા ભરૂચ જીલ્લાની જનતામાં પણ નારાજગી જોવા મળશે. ભરૂચ જિલ્લાને ખૂબ આશા હતી કે ટૂંકા સમયના મંત્રી મંડળમાં યુવા ધારાસભ્યને સ્થાન મળે પરંતુ તેમ ન થયા ખુદ ભાજપાની છાવણીમાં પણ ક્યાંક ને ક્યાંક દુઃખ જોવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...