તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનામાં રાહત:ભરૂચમાં બે દિવસમાં કોરોનાથી એક પણ મોત નહીં, નવા માત્ર 8 કેસ

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • ભરૂચમાં 6 - વાલિયામાં 2 કેસ નોંધાયાં, કુલઆંક 3426 થયો
  • જિલ્લામાં અત્યાર સુધીમાં 3301 સાજા, 93 સારવાર હેઠળ

ભરૂચ જિલ્લામાં રવિવારે 8 નવા કેસ નોંધાતાં કુલ આંક 3426 થયો હતો. જેમાં ભરૂચમાં 6 અને વાલિયામાં 2 કેસ નોંધાયાં હતાં. જિલલામાં અત્યાર સુધીમાં 3301 લોકો સાજા થયાં છે. છેલ્લાં બે દિવસમાં એક પણ દર્દીનું મોત નહીં થતાં તંત્રએ રાહત અનુભવી છે. ભરૂચ શહેર જિલ્લામાં કોરોનાનો કહેર ક્રમશ: ઘટી રહ્યો છે. કોરોના પોઝિટિવના કેસો સતત ઓછા આવી રહ્યાં છે.

ત્યારે આજે પણ જિલ્લામાં માત્ર 8 નવા કેસ નોંધાયાં હતાં. જેમાં પણ ભરૂચમાં સૌથી વધુ 6 કેસ જ્યારે વાલિયામાં 2 કેસ નોંધાતાં જિલ્લાનો કુલઆંક 3426 પર પહોંચ્યો હતો. ઉલ્લેખનિય છે કે, જિલ્લામાં સૌથી વધું કેસ ભરૂચ અને અંક્લેશ્વરમાં નોંધાઇ રહ્યાં છે. જોકે, છેલ્લાં કેટલાંક સમયથી તે પૈકી અંકલેશ્વમાં કેસની સંખ્યા ઘટી છે. જિલ્લામાં આજે કોરોના મહામારીને 8 લોકોએ મ્હાત આપતાં અત્યાર સુધીમાં 3301 લોકોને રજા આપી છે.હાલમાં હોમ આઇસોલેશનમાં 33 જ્યારે હોસ્પિટલમાં 60 લોકો મળી કુલ 93 લોકો સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો