તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસમંજસ:ભરૂચ પંથકમાં કોરોના સિવાયની અન્ય બિમારી માટે દર્દીઓ સારવાર લેવા ક્યાં તબીબ પાસે જાય તે એક સમસ્યા બની

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેટલાક તબીબો કોરોનાની બીકે દવાખાનું ખોલતા નથી
  • તો કેટલાક માત્ર કોરોનાની સારવાર કરી રહ્યાં છે

ભરૂચ પંથકમાં ગરમીના દિવસોમાં કમળો, ટાઈફોઇડ, ઝાડા ઉલ્ટીથી પીડાતા દર્દીઓ ખૂબ મોટી સંખ્યામાં જણાતા હતાં. ભરૂચ જિલ્લામાં ગરમીના દિવસોમાં ક્યાંક કોલેરા પણ ફેલાતો હતો. હાલ કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે ચારે તરફ માત્ર અને માત્ર કોરોનાની ચર્ચા અને સારવાર ચાલી રહી છે. આ કારમી ગરમીના દિવસોમાં અન્ય કોઇ બીમારી નહીં થતી હોય ? આવી ગરમીથી થતી બીમારીથી પીડાતા દર્દીઓ સારવાર લેવા ક્યાં તબીબ પાસે જાય તે એક સમસ્યા બની ગઈ છે.

કોરોના જેવી મહામારી સામે બીજાબધા રોગ નાના લાગે

ભરૂચ પથકમાં ગરમીના દિવસોમાં કમળો, ટાઈફોઇડ, ઝાડા ઉલ્ટીથી પીડાતા દર્દીઓ ખૂબ મોટી સંખ્યામાં જણાતા હતાં. ભરૂચ જિલ્લામાં ગરમીના દિવસોમાંજ ક્યાંકને ક્યાંક કોલેરા પણ ફેલાતો હતો. કેટલીકવાર તો કોલેરા અને અન્ય રોગોના કારણે દર્દીઓના મોત પણ નિપજતા હતાં. પરંતુ હાલના દિવસોમાં એવુ સંભળાય છે ખરું કે કારમી ગરમીના કારણે કોઈને ઝાડા ઉલ્ટી થઈ ગયા કે કોલેરા કે મરડો થયો...? નથી સાંભળ્યું ને....? બરાબર છે કોરોના કોલેરા પર છવાઈ ગયો અને હવે કોરોના જેવી મહામારી સામે બીજાબધા રોગ નાના લાગે. તેમજ આવા નાના રોગોના ઈલાજ કરનાર તબીબ પણ ભગ્યેજ મળે છે. કેટલાક તબીબો કોરોનાની બીકે દવાખાનું ખોલતા નથી. તો કેટલાક માત્ર કોરોનાની સારવાર કરી રહ્યાં છે.

દર્દીઓ કોરોના સંક્રમનના ડરથી પણ ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે

ભરૂચની જીવનજ્યોત હોસ્પિટલના તબીબ ડો. કેતન દોશીએ જણાવ્યું હતું કે છેલ્લા 2-3 મહિનાથી ભરૂચમાં કોરોનાએ એટલું બધું માથું ઊંચક્યું છે કે રોજની ઓ.પી.ડી.માં મહત્તમ કોરોના લક્ષણો વાળા જ દર્દીઓ આવે છે. અન્ય રોગ ધરાવતા દર્દીઓ કોરોના સંક્રમનના ડરથી પણ ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. તો બીજી તરફ એવું પણ કહી શકાય કે હવે આપણી રોગ પ્રતિકારક શક્તિ ઉકાળો, ગિલોય, હળદર, શુઠના સેવનથી એટલી પાવર ફૂલ થઈ ગઈ છે કે સામાન્ય રોગ આપણને થાય જ નહીં.

અન્ય સમાચારો પણ છે...