લોકાર્પણ:જંબુસર ખાતે નવ નિર્મિત APMC, રેસ્ટ હાઉસ તથા ખેડૂત કેન્ટીનનું લોકાર્પણ સી.આર પાટીલના હસ્તે કરાયું

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોની આવક બમણી થાય તે દીશામાં સરકાર પ્રયત્નો કરી રહી છે: સી.આર પાટીલ

જંબુસર ખાતે ખેડૂતોની સુખાકારી માટે APMCનું નવું મકાન, રેસ્ટ હાઉસ તથા ખેડૂત કેન્ટીનનું નવ નિર્માણ કરવામાં આવ્યું હતું. આજરોજ આ ત્રણેય નવા પ્રકલ્પોનું લોકાર્પણ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મંત્રી જગદીશભાઈ પંચાલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

આ તબક્કે સી.આર. પાટીલના હસ્તે દૂધધારા ડેરી દ્વારા કુપોષિત બાળકોને પોષણક્ષમ ખોરાકની કીટ અર્પણ કરાઇ હતી. પ્રદેશ પધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતોને પોષણ ક્ષમ ભાવો મળે અને તેઓની આવક બમણી થાય તે દિશામાં પ્રયત્નો કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...