તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:રસ્તામાં બાઈકને આડે નીલગાય આવતાં 2 મિત્રો પટકાતા ગંભીર

ભરૂચ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • આમોદ તાલુકાના સરભાણ અનેચકલાદ ગામ વચ્ચે બનેલો બનાવ

આમોદના ચકદાલ તથા જંબુસરના મગણાદ ગામના બે ઈસમો કડીયા કામ અર્થે કોઠી વાતરસા ગામે ગયા હતા. જ્યાંથી બાઈક લઈને પરત ફરતા સરભાણ અને ચકલાદ ગામની વચ્ચે રસ્તા ઉપર રોઝ આવી જતાં પટકાયા હતા. જેમાં બંનેને ઈજા પહોંચતા સારવાર અર્થે આમોદ બાદ વડોદરા ખાતે ખસેડાયા હતા.

બનાવ અંગે મળતી વિગતો મુજબ જંબુસર તાલુકાના મગણાંદ ગામના રહીશ નગીન હરજી રાઠોડ ગતરોજ આમોદના ચકલાદ ગામના ભરત ફોગટભાઈ વસાવાની બાઈક લઈને કોઠી વાતરસા ગામે કડિયા કામ અર્થે ગયા હતા. જ્યાંથી સાંજે કામ પતાવી ઘરે પરત ફરતા સરભાણ નજીકતી પસાર થઈ રહ્યા હતા.

તેવામાં અચાનક રસ્તા ઉપર રોઝ (નીલગાય) આવી જતાં બંને ઈસમો રોડ ઉપર પટકાયા હતા. રોડ ઉપર ઘસડાતા બંનેને ઈજા પહોંચી હતી. દરમિયાન ત્યાંથી પસાર થતા અન્ય વાહન ચાલકોએ 108 મારફતે તેમને આમોદ સરકારી દવાખાને ખસેડ્યા હતા. ત્યાર બાદ વધુ સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આમોદ પોલીસે ઘટના સંદર્ભે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો