નાઈટ વોકેથોન:અંકલેશ્વર ખાતે નાઈટ વોકેથોનનું આયોજન કરાયું, ફૂડ કાર્નિવલ તેમજ 18થી વધુ વેરાઈટીના સ્ટોલ રખાયા

ભરૂચ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જે.સી.આઈ અને વહીવટી તંત્ર દ્વારા આયોજીત વોકેથોનમાં બાળકો માટે ડાન્સ, ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન

રેઇન વોટર હાર્વેસ્ટિંગ, હેલ્થ અને એન્વાયરમેન્ટની અવેરનેસ માટે ભરૂચ જિલ્લામાં પ્રથમ વાર જે.સી.આઈ અંકલેશ્વર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ખાતે નાઈટ વોકેથોનનું આયોજન કરાયું છે.

વોકેથોનમાં 850થી વધુ લોકો જોડાયા

આ વોકેથોનમાં 850 લોકો જોડાયા હતા. સાથે ફૂડ કાર્નિવલ તેમજ 18થી વધુ વેરાઈટીના સ્ટોલ સહીત બાળકો માટે ડાન્સ, ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. આ વોકેથોનમાં અંકલેશ્વર મામલતદાર, નાયબ મામલતદાર અલ્પેશ પરમાર, ઝઘડીયા મામલતદાર ઇન્ચાર્જ ભરત પટેલ, અંકલેશ્વર જીઆઇડીસીના પી.આઈ રઘુ કરમટિયા, જોન પ્રેસિડેન્ટ જેસી ઈશાન અગ્રવાલ, ઝોન વાઈઝ પ્રેસિડન્ટ જેસી વિકાસ પટેલ, 2014 નેશનલ પ્રેસિડેન્ટ જેસી દીપક નાહાર, પાસ્ટ નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ જેસી ચિરાગ શાહ, ઇવેન્ટ સ્પોન્સર આર.એસ.પી.એલ કંપની અશોક મોદી તેમજ પ્રેસિડેન્ટ જેસી કિંજલ શાહ, જેસી શીતલ જાની, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર જેસી તેજસ પંચાલ સહીત આમંત્રિતો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...