તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:ભરૂચમાં રાત્રિ કરફયુની જાહેરાત થતા લોકો કરિયાણા સહિતની જીવન જરૂરીયાતની વસ્તુઓ ખરીદવા ઉમટી પડ્યાં

ભરૂચ11 દિવસ પહેલા
  • સેવાશ્રમ રોડ પર આવેલી દુકાનો પર ગ્રાહકોની કતાર જોવા મળી

કોરોનાના વધી રહેલાં કેસોને ધ્યાને રાખી ભરૂચ શહેરમાં બુધવારથી રાત્રિ કરફ્યુની જાહેરાત કરી દેવામાં આવી છે. રાત્રિ કરફ્યુની જાહેરાત થતાંની સાથે લોકો કરિયાણા સહિતની જીવન જરૂરીયાતની વસ્તુઓ ખરીદવા ઉમટી પડયાં હતાં.

કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. જેના કારણે રાજય સરકારે 20 શહેરોમાં રાત્રિ કરફ્યુની જાહેરાત કરી છે. આજે બુધવારના રોજથી તેનો અમલ પણ શરૂ કરી દેવામાં આવશે. આ 20 શહેરોમાં ભરૂચનો પણ સમાવેશ કરાયો છે. ભરૂચમાં બુધવારે સવારથી અનાજ કરિયાણા સહિતની જીવન જરૂરીયાતની વસ્તુઓ ખરીદવા ઉમટી પડયાં હતાં. ખાસ કરીને સેવાશ્રમ રોડ પર આવેલી દુકાનો પર ગ્રાહકોની કતાર જોવા મળી હતી. કેટલીય જગ્યાઓ પર સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતાં જોવા મળ્યાં હતાં.

રાતના 8 વાગ્યાથી કરફ્યુની અમલવારી માટે પોલીસ તંત્રએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભરૂચની વાત કરવામાં આવે તો જિલ્લામાં અત્યાર સુધીમાં ચાર હજાર કરતાં વધારે કેસ નોંધાયા છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી બાદ કોરોનાની નવી અને ખતરનાક લહેર શરૂ થઇ ચુકી છે. ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે જ્યાં કોરોનાના કેસ વધારે છે તેવા 20 શહેરોમાં રાત્રિ કરફ્યુ અમલી બનાવી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો