વિરોધ:ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિર બહારની એન્ટ્રી તોડવા આવેલા NHAIના અધિકારીઓનો વિરોધ કરાયો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિકોએ સ્થળ પર દોડી આવી ટીમને મંદિર બહારની એન્ટ્રી તોડતા અટકાવી હતી

ભરૂચમાં ઝાડેશ્વર હાઇવે ઉપર આવેલા સ્વામિનારાયણ મંદિર બહાર સર્વિસ રોડ નજીકની એન્ટ્રી તોડવા આવેલા નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓનો પૂર્વ સરપંચ અને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો.

સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો

NHAI દ્વારા હાલ હાઈવેની બન્ને તરફ એન્ટ્રીઓને પહોળી કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં ગુરૂવારે ટીમ ઝાડેશ્વર હાઇવે સ્થિત સ્વામીનારાયણ મંદિર પરિસરની બહારનો સર્વિસ રોડ પહોળો કરવાને લઈ આવી હતી. આ સમયે પૂર્વ સરપંચ નરેશ પટેલ અને સ્થાનિકોએ સ્થળ પર દોડી આવી ટીમને મંદિર બહારની એન્ટ્રી તોડતા અટકાવી હતી. સાથે જ વિરોધ વ્યક્ત કરાયો હતો કે, NHAIની સત્તામાં વડોદરાથી મુંબઈ સુધીનો માર્ગ આવે છે, તો ભરૂચમાં આ મંદિર પાસેથી જ આ કામગીરી કેમ હાથ ધરાઈ છે. તેમજ જણાવાયું હતું કે, હાઇવે ઓથોરિટીને રસ્તા ઉપર પડેલા ઠેર-ઠેર મસમોટા ખાડા અને તેના કારણે સર્જાતી ટ્રાફિક અને અકસ્માતની સમસ્યા દેખાતી નથી.

અન્ય સમાચારો પણ છે...