તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

NGTનો આદેશ:યશસ્વી બ્લાસ્ટ કેસમાં અસરગ્રસ્ત ૩241 લોકોને વ્યક્તિ દીઠ રૂા.25 હજાર ચૂકવવા NGTનો હુકમ

ભરૂચએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વર્ષ 2020માં ગંભીર બેદરકારીના કારણે થયેલાં બ્લાસ્ટમાં 11ના મોત થયાં હતાં

દહેજ સ્થિત યશસ્વી રસાયણ પ્રા.લિ.માં કંપનીના અધિકારીઓની ગંભીર બેદરકારીના કારણે ગત 3 જુને ટેન્કરમાંથી કેમીકલ અન્ય ટાંકીઓમાં રાસાયણિક પ્રક્રિયાન કારણે ભયંકર વિસફોટ થયો હતો. જેના કારણે આખું દહેજ પંથક ધણઘણી ઉઠ્યું હતું. 11 જેટલા કર્મચારીઓ તેમાં જીવતા ભુંજાઈ ગયા હતા. જ્યારે 22 જેટલા કર્મચારીઓને અતિગંભીર ઈજાઓ થઈ હતી. તો 43 જેટલા અન્ય કર્મચારીઓને નાનીમોટી ઈજાઓ થઈ હતી. બનાવના પગલે લુવારા અને લખીગામના લોકોને તત્કાલીન ધોરણે સ્થળાંતરિત કરાયા હતા.

આ સમગ્ર મામલે વિવિધ સંસ્થાઓએ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં ફરિયાદો ઉઠાવી હતી. જેમાં ભૂતપૂર્વ ન્યાયાધિશ જસ્ટીસ બી.જી.પટેલના અધ્યક્ષ સ્થાને એકસપર્ટ કમિટીની રચના થઈ હતી. આ કમિટીએ તેનો એક અહેવાલ 8 જુન, 2020ના રોજ કોર્ટમાં મૂક્યો હતો. જેમાં કંપનીની ઘણીબધી ગેરરીતિઓ બહાર આવી હતી. જેને ધ્યાનમાં લઈ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે લુવારા અને લખીગામના સ્થળાંતરિત 3241 લોકોને વ્યક્તિદીઠ રૂા.25 હજાર ચૂકવવાનો હુકમ કર્યો છે.

એનજીટીએ તેમાં ટાંક્યું હતું કે, કંપનીની બેદરકારીના કારણે અકસ્માત થયેલ હોવાથી કંપનીની સીધી જવાબદારી ઉભી થાય છે. સમિતિએ સૂચવેલ અને એન.જી.ટી.એ અગાઉ કરેલ હુકમની રકમ જીલ્લા કલેક્ટરમાં જમા કરાવવમાં નહિં આવે ત્યાં સુધી કંપની ચાલુ કરવામાં નહિં આવે. જો કંપની ચૂકવણું કરવામાં નિષ્ફળ જાય તો જિલ્લા કલેક્ટર કડક પગલાં ભરી શકશે.

માછીમારોના વળતરનો મુદ્દાે સુપ્રિમમાં પડકારાશે
યશસ્વી કેમિકલ બ્લાસ્ટમાં આગને કાબુમાં લેવા માટે હજારો ગેલન પાણી વપરાયું હતું. જે કેમિકલયુક્ત ગંદુ પાણી દરિયામાં ઠલવાયું હોવાને કારણે જળસૃષ્ટિનો નાશ થવાની પણ સંભાવનાઓ છે. જેની અસર માછીમારોની રોજગારી ઉપર થઈ હતી. જેના લઈ માછીમારોને વળતર મળવું જાેઈએ.તે મુદ્દો સુપ્રીમમાં પડકારીશું.> કમલેશ મઢીવાલા, એડવોકેટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો