તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શણગાર:નર્મદા મૈયા બ્રિજને આકર્ષક લાઇટિંગથી નવવધૂનો શણગાર, આવતીકાલે નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાશે

ભરૂચ23 દિવસ પહેલા
  • શહેરીજનો માટે બ્રિજ કાર્યરત થતા પહેલા જ વધુ એક પીકનીક પોઇન્ટ બન્યો
  • રવિવારની રજાની મજા માણવા ભરૂચ-અંકલેશ્વરના લોકોની લોકાર્પણ પહેલા જ લટાર શરૂ

અષાઢી બીજ રથયાત્રાના પાવન દિવસ સોમવારથી ભરૂચ અને અંકલેશ્વરની પ્રજા સહિત હજારો વાહનચાલકો માટે નર્મદા મૈયા બ્રિજ રૂપી નવી ભેટ મળી રહી છે. નાયબ મુખ્યમંત્રીના હસ્તે સોમવારે લોકાર્પણ થનારા ફોરલેન નર્મદા મૈયા બ્રિજની આકર્ષક લાઇટિંગ કરી દુલ્હનની જેમ સાજ શણગાર કરાયો છે. ફોરલેન બ્રિજ એલઇડી લાઈટથી ઝળહળી ઉઠતા ભરૂચ અને અંકલેશ્વરની પ્રજા માટે રવિવારે જ લોકાર્પણ પેહલા હરવા ફરવા માટેનું વધુ એક સ્થળ બની ગયું છે.

ગોલ્ડનબ્રિજની વર્ષો જૂની ટ્રાફિકજામની સમસ્યાથી ભરૂચ સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતના વાહનચાલકોને છુટકારો મળવા સાથે ટ્વીન સિટી ભરૂચને મળેલું નવું નજરાણું ઉદ્ઘાટન પહેલા જ કેબલ બ્રિજ બાદ લોકો માટે લાઇટિંગથી આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. રૂ. 400 કરોડથી વધુના ખર્ચે નિર્માણ થયેલો નર્મદા મૈયા બ્રિજ લોકો માટે નવો સેલ્ફી પોઇન્ટ બની રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...