તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવાળી ઉત્સવ:નૂતન વર્ષનો ધમધમાટ, અંતિમ દિવસે બજારોમાં તેજીનો માહોલ: ફૂલોની ખરીદી માટે લોકોની ભીડ

ભરૂચ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભરૂચ અને નર્મદા જિલ્લામાં દિવાળીના બીજા દિવસે પણ ખરીદી ચાલુ, વેપાર માટે એક વધુ દિવસ

ભરૂચ-નર્મદામાં દિવાળીના બીજા દિવસે પણ બજારે ધમધમતા હતા. દિવાળી અને નૂતન વર્ષ વચ્ચે એક દિવસનો ગેપ હતો જેમાં રવિવારે લોકોએ ખરીદી ચાલુ રાખતા વેપારીઓને રાહત થઇ હતી. મોટે ભાગે વેપારીઓ નવા વર્ષથી લાંભ પાંચમ સુધી બંધ રાખે છે. દિવાળી પુરી થઇ ગયા બાદ પણ એક દિવસનો ગેપ હોવાથી બજાર ખુલ્લા હતા અને મુલાકાતીઓ પણ ઉમટી પડ્યા હતા.

ભરૂચના પાંચબત્તી વિસ્તાર, અંકલેશ્વરના ચૌટા બજાર અને રાજપીપળાની મુખ્ય બજારમાં લોકોએ ખરીદી રવિવારે પણ ચાલુ રાખી હતી દિવાળી અને નૂતન વર્ષની વચ્ચેના રવિવારના પડતર દિવસથી ફૂલ માર્કેટના ભાવમાં ઘટાડો થયો છે. રવિવારે ફૂલોના ભાવમાં 30થી 40 ટકા ઘટાડો થયો છે.

લાભ પાંચમ બાદ ફૂલોના માર્કેટ પુન: બેઠુ થાય તેવી વેપારીઓમાં આશા
મંગલેશ્વરના ખેડૂત જિજ્ઞેશ પટેલે જણાવ્યુ હતુ કે, નૂતન વર્ષના આગળના દિવસે ફૂલોના ભાવમાં ઘટાડો થયો હતો. જોકે સોમવારે ફરી ફૂલોના ભાવમાં ઉછાળો થશે. હવે બેસતા વર્ષના દિવસે છૂટક ફુલો મળવા મુશ્કેલ છે. જોકે હાર મળી રહેશે. નૂતન વર્ષ બાદ હવે લાંભ પાંચમના દિવસે ફરી માર્કેટ ઉચકાવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો