તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોગ્યલક્ષી સુવિધા:અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં નવાં સ્ત્રીરોગ અને પ્રસુતિ વિભાગનું લોકાર્પણ કરાયુ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેવાભાવી સંસ્થાઓના રૂ. 1 કરોડના દાનથી આરોગ્યલક્ષી સુવિધા ઉપલબ્ધ

અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં કે પટેલ ગ્રુપ, શુભ પિગમેન્ટ્સ લિમિટેડ, બિરલા સેન્યુરી ગ્રુપ અને રત્નમણી ગ્રુપના રૂ. 1 કરોડથી વધુના દાન થકી નવા સુસજ્જ ટ્રોમા સેન્ટર અને ઇમર્જન્સરી વિભાગ તથા સેવા રૂરલ હોસ્પિટલ સહયોગથી નવાં સ્ત્રીરોગ અને પ્રસુતિ વિભાગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર જી.આઈ.ડી.સી ખાતે ઈ.સ.1986 થી કાર્યયત છે. હોસ્પિટલમાં શરૂઆતથી જ તેમા ટ્રોમા અને ઇમર્જન્સીના દર્દીઓની સારવાર થઇ રહેલ છે. નવાં ટ્રોમા સેન્ટરનું અધતન આધુનિક સાધનો અને ઇફ્રાસ્ટ્રકચર થકી NABHના ધોરણો અનુસાર નવીનીકરણ કરવામાં આવ્યું છે, જેમાં અલગ કાઉન્સિલિંગ રૂમ, રિસેપ્શન, 6 ઇમર્જન્સી બેડ અને આઇસોલેશન રૂમનો સમાવેશ થાય છે. કે પટેલ ગ્રુપ, શુભ પિગમેન્ટસ લિમિટેડ અને બિરલા સેન્ચુરી ગ્રુપના દાનની મદદ થકી આ શક્ય થયેલ છે અને ઇમર્જન્સીમાં તાત્કાલિક સારવાર પુરી પાડવા માટે ઘણું મદદરૂપ સાબિત થશે.

ટ્રોમા સેન્ટરમાં દર્દીઓને સારવાર આપવા અને તેમનો જીવ બચાવવા વેન્ટિલેટર્સ, મલ્ટીપેરા મોનિટર્સ, આધુનિક ઇલેકિટ્રક બેડસ અને ડિફીબ્રીલેટર્સની સગવડ ઉપરાંત ઓપરેશન થિયેટર પણ ઉપલબ્ધ છે જેથી દર્દીને હોસ્પિટલમાં બીજે ક્યાંય ખસેડવાની જરૂર ન પડે અને વિના વિલંબે સારવાર શરૂ કરી શકાય. આ ઉપરાંત ત્યાં તાત્કાવિક વિભાગના સ્પેશ્યવિસ્ટ, ડોકટર્સ એન્ડ નર્સિંગ સ્ટાફની ટિમ હંમેશા ઉપલબ્ધ રહેશે.

નવાં ઇમર્જન્સી ટ્રોમા સેન્ટરમાં દાઝેલા દર્દીઓની સારવાર માટે સૂક્ષ્મજંતુઓનો ચેપ/ઇફેકશન ના લાગે તેવા અલાયદા રૂમમાં 2 બેડ રાખવામાં આવેલા છે. આખા ભરૂચ જિલ્લામાં સૌપ્રથમવાર આ પ્રકારનું ઇમર્જન્સી ટ્રોમા સેંટર શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર ખાતે કાર્યરત થયેલ છે.

આ ઉપરાંત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે 25 ઓગસ્ટથી આધુનિક સાધનોથી સજ્જ ગાયનેક/ સગર્ભા બહેનોનો વિભાગ પણ શરુ થઇ રહ્યો છે. જેમાં સેવારૂરલ ઝઘડિયા અને રત્નમની ગ્રુપનાના સહયોગ અને માર્ગદર્શનથી નીચે મુજબ સ્ત્રીરોગોને લગતી તમામ સારવાર ખુબજ રાહતદરે ઉપલબ્ધ રહેશે.

હોસ્પિટલ ખાતે કે પટેલ ગ્રુપ ઓફ કંપનીસ તરફથી જીતુભાઇ પટેલ અને પરિવાર દ્વારા ઇમર્જન્સી સેંટર, શુભ પિગમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ તરફથી શ્રી કે. વત્સન દ્વારા ટ્રોમાં અને આઇસોલેશન સેંટર, બિરલા સેન્યુરી ગ્રુપના સી.ઓ.ઓ. સૌમ્યા મોહંતી દ્વારા વેન્ટિલેટર્સ અને રત્નમણી ગ્રુપનારમેશભાઈ પટેલ તથા સેવા રૂરલના સહયોગથી ગાયનેક ડિપાર્ટમેન્ટનું આજરોજ તા. 25 ઓગસ્ટના રોજ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ઉદધાટન થયેલુ છે.

અન્ય સમાચારો પણ છે...