તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ભરૂચમાં નવા 157 પોઝિટિવ કેસ કોવિડ સ્મશાનમાં 22ને અગ્નિદાહ

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભરૂચમાં ત્રીજાભાગ જેટલાં 55 કેસ, અંક્લેશ્વરમાં પણ 42 કેસ નોંધાયાં
  • જિલ્લામાં 6896 લોકો સાજા થયાં, 1652 લોકો સારવાર હજી હેઠળ

ભરૂચ શહેર જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યા સતત 100થી 150 જેટલી નોંધાઇ રહી છે. બુધવારે પણ જિલ્લામાં નવા 157 કેસ નોંધાયાંહતાં. જેમાંથી 97 કેસ માત્ર ભરૂચ અને અંક્લેશ્વરમાં નોંધાયાં હતાં. જે પૈકી પણ 55 કેસ ભરૂચમાં અને 42 કેસ અંક્લેશ્વરમાં આવ્યાં હતાં. જ્યારે જંબુસરમાં 17, ઝઘડિયામાં 13, વાલિયામાં 8, નેત્રંગમાં 7, વાગરામાં 6, હાંસોટમાં 5, તેમજ આમોદમાં 4 કેસ નોંધાયાં હતાં. બુધવારે 94 લોકો સાજા થઇ ઘરે જતાં અત્યાર સુધીમાં જિલ્લામાં 6896 લોકોને રજા અપાઇ છે.

જ્યારે હાલમાં હોમ આઇસોલેશનમાં 453 તેમજ કોવિડ કેર સેન્ટરમાં 87, કોવિડ હેલ્થ સેન્ટરમાં 226 અને કોવિડ હોસ્પિટલોમાં 886 લોકો સારવાર લઇ રહ્યાં છે. આરોગ્ય વિભાગ પાસે બે દર્દીઓના ડેથ ઓડિટ રિપોર્ટ આવતાં સરકારી ચોપડે મૃત્યુઆંક 87 પર પહોંચ્યો હતો. જોકે, કોવિડ સ્મશાન ખાતે બુધવારે 22 લોકોના દેહના અંતિમ સંસ્કાર કરાયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...