કોરોના અપડેટ:ભરૂચ જિલ્લામાં નવા 12 કોરોના પોઝિટિવ કેસ

ભરૂચ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 32 લોકોને રજા અપાતાં 230 એક્ટિવ કેસ

ભરૂચ જિલ્લામાં શુક્રવારે કોરોનાના નવા માત્ર 12 કેસ નોંધાયા હતા. જ્યારે 32 લોકોને રજા આપવામાં આવી છે. હાલમાં જિલ્લામાં 230 લોકો જ કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. જિલ્લામાં કોરોનાનો કહેર ઓછો થતાં લોકોએ રાહત અનુભવી છે. બીજી તરફ હવે અનલોક થતાં તમામ જાહેર સ્થળો ખુલી રહ્યા છે. તો જિલ્લામાં વેક્સિનેશન કેન્દ્રો ઉપર વેક્સિનની કામગીરી ચાલી રહી છે પરંતુ કેટલાંક સ્થળોએ આરોગ્ય વિભાગના કર્મીઓ સમયસર નહીં પહોંચતા રસીકરણની પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે.

ભરૂચના નવજીવન સ્કૂલ ખાતેના રસીકરણ કેન્દ્ર પર સવારના 9 કલાકે અનેક યુવાનોને ઓનલાઈન સ્લોટ ફાળવાયા હતા. અને નિયત સમય પર રસીકરણ માટે યુવક યુવતીઓ પહોંચી પણ ગયા હતા. પરંતુ આરોગ્ય વિભાગનો સ્ટાફ 10.30 કલાક સુધી આવ્યો ન હતો. જેથી લાંબી કતારો જામી હતી. ભરૂચ જિલ્લામાં 18થી 44 વયના લોકો માટે દરરોજ 3થી 4 હજારનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. જે મહદઅંશે પૂર્ણ પણ થઇ રહ્યો છે. જ્યારે 45થી વધુ વયના લોકોને પણ રસી આપવામાં આવી રહી છે. જે કામગીરી પણ પુર જોશમાં ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...