તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી ઇમારતની માગ:વર્ષો જૂના ખંડેર મકાનમાં કાર્યરત નેત્રંગની મુખ્ય પોસ્ટ ઓફિસ, 50 કર્મચારીઓ ભોગવે છે હાલાકી

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ પોસ્ટ ઓફિસની સાથે તાલુકાભરની અન્ય નાની બ્રાંચ 25 જેટલી પોસ્ટ ઓફિસ પણ જોડાયેલી

નેત્રંગ તાલુકાની મુખ્ય પોસ્ટ ઓફિસ વર્ષોથી જીનબજાર વિસ્તારમાં જીનવાળી ચાલીમાં આવેલા નળીયાવાળા ખંડેર ઓરડીમાં ચાલી રહી છે અને પોસ્ટ માસ્ટરને રહેવા માટેનું એક નાનું મકાન પણ ફાળવવામાં આવ્યું છે. આ પોસ્ટ ઓફિસની સાથે તાલુકાભરની અન્ય નાની બ્રાંચ 25 જેટલી પોસ્ટ ઓફિસ પણ જોડાયેલી છે. દરેક વિસ્તારના ટપાલ સહિતના વ્યવહારો આ પોસ્ટ ઓફિસથી થાય છે. 50 લોકોનો સ્ટાફ કામ કરે છે. વર્ષો જુના મકાનમાં ચાલતી કચેરીને લઇને કર્મચારીઓ,એજન્ટો અને આમ લોકોને ધણી તકલીફનો સામનો કરવો પડતો હોય છે.

નવી પોસ્ટ ઓફિસના નિમૉણ માટે જગ્યાની ફાળવણી,પરંતુ કામગીરી આગળ વધતી નથી

નેત્રંગ તાલુકાની મુખ્ય પોસ્ટ ઓફિસના નિર્માણ માટે નેત્રંગ-ડેડીયાપાડા રોડ ઉપર જરૂરી જગ્યા પણ ફાળવી દેવામાં આવી છે.અને જવાબદાર અધિકારીઓની કામગીરી પ્રત્યેની નિષ્કાળજીના કારણે આગળ કામગીરી અટકી પડી છે. તેવું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે, જ્યારે આ બાબતે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરીની નવી પોસ્ટ ઓફિસના નિમૉણની કામગીરી શરૂ થાય તેવી લોકમાંગ ઉઠી છે.

ગુજરાત સરકાર ધ્વારા ભરૂચ જીલ્લાના વાલીયા અને ઝઘડીયા તાલુકામાંથી ૭૮ ગામોને અલગ પાડી નવો નેત્રંગ તાલુકો બનાવવામાં આવ્યો હતો, જેમાં નેત્રંગ તાલુકો બનતાની સાથે જ દિવ્યભવ્ય તાલુકા સેવાસદન, તા.પંચાયત, આરોગ્યલક્ષી સામુહિક આરોગ્ય કેન્દ્ર, પોલીસ સ્ટેશન અને મહિલા આઇટીઆઇ જેવી સરકારી ઇમારતોનું નિમૉણ થઇ ચુક્યું છે પરંતુ તાલુકાની મુખ્ય પોસ્ટ ઓફિસની કાયાપલટ કરવામાં સરકારી તંત્ર પાસે ફુરસત નહીં હોવાનું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...