નેત્રંગ-દેડિયાપાડા રોડ ઉપર આવેલા શણકોઈ ગામના પાટિયા પાસેથી કતલના ઈરાદે લઇ જતી ટ્રકમાંથી પોલીસે 16 પશુઓને મુક્ત કરાવી કુલ 4.60 લાખનો મુદ્દામાલ કબજે કરી બે ઈસમોને ઝડપી પાડ્યા હતા.
નેત્રંગ પોલીસ મથકના નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેકટર કે.એન.વાઘેલા અને સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, અંકલેશ્વર તરફથી ટ્રક નંબર-જી.જે.15.એ.ટી.4216માં ગેરકાયદેસર રીતે કતલના ઈરાદે પશુઓ ભરી બે ઈસમો નેત્રંગ-દેડિયાપાડા માર્ગ ઉપરથી પસાર થવાના છે. જેવી બાતમીના આધારે પોલીસે શણકોઈ ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તાડપત્રી અને લાકડાના પાટિયા ખોલી જોતા તેમાંથી 16 ભેંસો મળી આવી હતી.
પોલીસે તમામ પશુઓને મુક્ત કર્યા હતા અને ભરૂચની લુકમાન પાર્ક સોસાયટીમાં રહેતો ટ્રક ચાલક જીસાન દાઉદ ઈસ્માઈલ મન્સૂ અને ક્લીનર હમઝહ અબ્દુલ ઈબ્રાહીમ પટેલની અટકાયત કરી હતી. જયારે પશુ ભરી આપનાર ભરૂચની નર્મદા ચોકડી સબર હોટલ પાસે રહેતો બલ્લુ હાજી અને ટ્રક માલિક આરીફ કાસમ મન્સૂરીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.