એક પ્યાલા પાછળનો પરિશ્રમ:30થી 100 ફુટ ઉંચા ઝાડ પર ચઢી ઉતારવામાં આવે છે નીરો, એક ગ્લાસ પાછળ રહેલી છે મજૂરોની અથાગ મહેનત

ભરૂચ5 મહિનો પહેલા
  • અનેક બીમારીઓ, પથરી અને પેટના રોગોમાં ગુણકારી છે નીરો
  • ખજૂરીના ઝાડ પર બાંધવામાં આવેલી માટલીમાં ઝરતા રસને એકત્રીત કરી કરવામાં આવે છે વેચાણ
  • ભરૂચ જિલ્લામાં નીરોનું વેચાણ આદીવાસીઓ માટે આવકનું એક મહત્વનું સાધન

ઝંખવાવ તાલુકાના ગ્રામ્ય ગુંદિકુવા વિસ્તારના ખેત મજૂરો અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે આવીને ખજૂરીનો નીરો વેચવાનું કાર્ય કરી રહ્યા છે. અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં શિયાળો આવે ત્યારે આરોગ્ય વર્ધક નીરો ખજૂરીના ઝાડ પર ચઢીને ઉતારવામાં આવે છે. આરોગ્યવર્ધક પીણું નીરો પીવાના કારણે શરીરને થતી અનેક બીમારીઓ તેમજ પથરી અને શરીરના અનેક પ્રકારના રોગો દૂર થાય છે. આ નીરોના એક ગ્લાસ પાછળ મજૂરોની અથાગ મહેનત રહેલી છે. જેના માટે પોતાનો જીવ જોખમમાં મૂકી તેઓ ઉંચા ઝાડ પર ચઢે છે.

નીરાના વ્યવસાય સાથે સંકળાયેલા ઘણા આદીવાસીઓને હાલ નીરાનાં વેચાણ થકી આજીવીકા મળી રહી છે. 30થી 100 ફુટ ઉંચા ઝાડ પર ચઢી બાંધવામાં આવેલી માટલીમાં ઝરતા રસને તેએા એકત્રીત કરી તેનું વેચાણ કરે છે. આ તાડના વૃક્ષો આદીવાસી સમાજના લોકો માટે આવકનું એક મહત્વનું સાધન પણ બનવા પામ્યું છે.

ઝઘડિયા તાલુકાના ઊંડી કુવા ગામમાં આવી ખજૂરીમાંથી નીકળતા નીરોનું વેચાણ કરતા ગંભીર ભાઈ વસાવાએ જણાવ્યું હતું કે વહેલી સવારે ઘણા લોકો નીરો પીવા માટે આવે છે. સરકાર દ્વારા પણ આ પ્રવૃત્તિને માન્યતા આપવામાં આવી છે. અમે છેલ્લા ઘણા દાયકાઓથી અમારા પરિવારોની સાથે નીરો દ્વારા પોતાનું ગુજરાન ચલાવીએ છીએ. શિયાળા પૂરતું ગુજરાત કરી ફરી અમે પોતાના ખેતરોમાં જ ખેત મજૂર તરીકે કામ કરીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...