ક્રાઇમ:મિલ્કત મુદ્દે ભાણેજે મામાને મારી ધાબા પર બંધક બનાવ્યા, જમીન અને 3.30 લાખ માટે ભાણેજનું કારસ્તાન

ભરૂચ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચના હનુમાન શેરી વિસ્તારની ચોંકાવનારી ઘટના

ભરૂચમાં આવેલી હનુમાન શેરી ખાતે રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં 68 વર્ષીય રસેશ ઇન્દુલાલ શાહ તેમના ઘરે હતાં. તેમની બહેનનો છોકરો સુમિત સુધીર શાહ તેમના ઘરે આવ્યો હતો. તેઓ કાંઇ સમજે તે પહેલાં જ સુમિતે તેમને તેમના ઘરમાંથી બહાર કાઢી ઘરને તાળું મારી પોતાના ઘરે લઇ ગયો હતો. જ્યાં તેણે મારા 3.30 લાખ તેમજ મારા ભાગની જમીન મને કેમ નથી આપતાં તેમ કહીં તેમની સાથે ઝઘડો કર્યો હતો.

મામલો ગરમાતાં સુમિતે તેમને લોખંડના સળિયાથી માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બાદમાં તેમને ઇજાગ્રસ્ત હાલતમાં તેના ઘરના ધાબા પર લઇ જઇ દરવાજો બંધ કરી નીચે ઉતરીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકીઓ આપી હતી. બાદમાં બીજા દિવસે સવારે પુન: આવી મારૂ રૂપિયા મને આપી દેજે તેવી ધમકીઓ આપી ત્યાંથી જતો રહ્યો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.