ફરિયાદ:ભરૂચના હાજીખાના બજારમાં જલારામ મંદિરે આરતી માઈકમાં વગાડવા બાબતે પડોશીઓ વચ્ચે બબાલ થઇ

ભરૂચ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાડોશી પરિવારે ભજન ધીમેથી નહિ વગાડે તો માર પડશે તેવી ધમકી આપી

ભરૂચના હાજીખાના બજારમાં જલારામ મંદિરે આરતી તેમજ ભજન માઈકમાં વગાડવા બાબતે પડોશમાં રહેતા પરિવારે ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ભજન માઈક ઉપર વગાડી ઘર બહાર જતાં બબાલ થઇ

ભરૂચના હજીખાના બજાર બહાદુર બૂરજમાં આવેલા જલારામ મંદિરે નિત્યક્રમ મુજબ પ્રણવ પ્રજાપતિ શુક્રવારે સાંજે આરતી અને દિવાબત્તી કરવા ગયા હતા. આરતી કરી ભજન માઈક ઉપર વગાડી બહાર નીકળતા પાડોશી પરિવારે ભજન ધીમેથી વગાડવા અને માઈકનો અવાજ ધીમે નહિ રાખે તો માર પડશે તેવી ધમકી આપી હતી.

ધમકી આપનાર સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગ

જે બાદ પાડોશમાં રહેતા ગૌરાંગભાઇ પ્રવિણચંદ્ર રાણાને પ્રણવએ હકીકત જાણવતા એ ડિવિઝન પોલીસ મથકે શોકત મન્સૂરી તેમના પુત્ર ઇમરાન, પત્નિ તસ્લીમ અને ઇકબાલ મન્સુરીની પત્નિ સગુફતા સામે ફરિયાદ નોંધાવી હતી. જેથી કરી ભવિષ્યમાં જલારામ મંદિરે આરતી, ભજન કરતા સમયે આ રીતે કોઇ તકરાર ન થાય તે માટે ધમકી આપનાર સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...