તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળકીની છેડતી:અંકલેશ્વરમાં ઘર નજીક બાળકીની પાડોશીએ છેડતી કરી, ઠપકો આપતા બાળકીના માતા-પિતાને અપશબ્દો કહ્યા

ભરૂચ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • 10 વર્ષની બાળકીના માતા-પિતાએ પાડોશી યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી

અંકલેશ્વર તાલુકાના એક ગામમાં ઘર નજીક બાળકી રમી રહી હતી. એ સમયે પાડોસમાં રહેતા યુવકે બાળકી પર નજર બગાડી હતી અને તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતા. બનાવ અંગે બાળકીના માતા-પિતાને જાણ થતાં તેમણે પાડોશી યુવકને ઠપકો આપ્યો હતો. જેથી ગુસ્સે ભરાયેલા યુવકે બાળકીના માતા-પિતાને અપશબ્દો ઉચ્ચાર્યા હતા. બનાવ અંગે બાળકીના માતા-પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના એક ગામમાં 10 વર્ષીય બાળકી પોતાના ઘર નજીક રમી રહી હતી. જે દરમિયાન પાડોસમાં રહેતા રંજય સુદર્શન શાહુ ગુપ્તા બાળકીને ઢસડીને લઇ ગયો હતો અને અડપલાં કર્યા હતા. પાડોસી યુવકે અડપલાં કરતા બાળકીએ બૂમાબૂમ કરી મુકી હતી. બાળકીની બુમો સાંભળીને તેના માતા-પિતા દોડી આવ્યા હતા. બાળકીને પૂછપરછ કરતા તેની સાથે અડપલાં કરવામાં આવ્યા હોવાનું બાળકીએ જણાવ્યું હતું.

બાળકીએ પોતાની સાથે પાડોશી યુવકે અડપલાં કર્યા હોવાનું કહેતા માતા-પિતા ગુસ્સે ભરાયા હતા અને પાડોસમાં રહેતા રંજય સુદર્શન શાહુ ગુપ્તાને ઠપકો આપ્યો હતો. જેને લઇને ગુસ્સે ભરાયેલા યુવકે બાળકીના માતા-પિતાને અપશબ્દો ઉચ્ચારીને ધમકાવ્યા હતા. જે અંગે બાળકીના માતા-પિતાએ તાલુકા પોલીસે પોકસો કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો