તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીમાં ગેરવ્યવસ્થા:ભરૂચમાં 18 થી 44 વર્ષના વયજુથ માટે ચાલતા વેક્સિનેશનના અભિયાનમાં કેટલાક સેન્ટરો પર બેદરકારી

ભરૂચ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસીકરણ કેન્દ્ર પર સવારના 9 કલાકે ઓનલાઈન સ્લોટ ફાળવાય પણ સ્ટાફ ના આવે

ભરૂચના નવજીવન સ્કૂલ ખાતેના રસીકરણ કેન્દ્ર પર સવારના 9 કલાકે અનેક યુવાનોને ઓનલાઈન સ્લોટ ફાળવાયા હતા. અને નિયત સમય પર રસીકરણ માટે યુવક યુવતીઓ પહોંચી પણ ગયા હતા. પરંતુ આરોગ્ય વિભાગનો સ્ટાફ 10.30 કલાક સુધી આવ્યો ન હતો. જેથી લાંબી કતારો જામી હતી. જેમાં લાંબી કતારો લાગતા સોશિયલ ડિસ્ટન્સ પણ ના જળવાતું હોવાનું સ્પષ્ટ નજરે પડ્યું હતું.

દરરોજ 3થી 4 હજાર રસી આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો

સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં પણ કોરોના વિરોધી રસીકરણના કાર્યક્રમને સઘન બનાવવામાં આવ્યો છે. જેમાં 18થી 44 વયના લોકો માટે દરરોજ 3થી 4 હજારનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. જે મહદઅંશે પૂર્ણ પણ થઇ રહ્યો છે. જ્યારે 45થી વધુ વયના લોકોને પણ રસી આપવામાં આવી રહી છે. જે કામગીરી પણ પુર જોશમાં ચાલી રહી છે. આ ઉપરાંત નાગરિકોને પ્રથમ ડોઝના નક્કી દિવસો વિત્યા બાદ બીજો ડોઝ પણ આપવામાં આવી રહ્યો છે. વરિષ્ઠ નાગરિકો બાદ યુવાનોએ પણ મોટા પ્રમાણમાં વેક્સિનેશન ઝુંબેશ અંતર્ગત રસી લઈ રસી સલામત હોવાનો સંદેશ આપ્યો છે.

રસીકરણ કેન્દ્રો પર ઉભી થતી ગેરવ્યવસ્થાના પરિણામે સમયનો પણ બગાડ

પરંતુ જેમ સિક્કાની બે બાજુ હોય તેમ ભરૂચ જિલ્લાના કેટલાક કેન્દ્રો પર રસીકરણ માટેની ગેરવ્યવસ્થા થતી હોવાની બુમો ઉઠવા પામી છે. આજરોજ ભરૂચના નવજીવન સ્કૂલ ખાતેના રસીકરણ કેન્દ્ર પર સવારના 9 કલાકે અનેક યુવાનોને ઓનલાઈન સ્લોટ ફાળવાયા હતા. અને નિયત સમય પર રસીકરણ માટે યુવક યુવતીઓ પહોંચી પણ ગયા હતા. પરંતુ આરોગ્ય વિભાગનો સ્ટાફ 10.30 કલાક સુધી આવ્યો ન હતો. જેથી લાંબી કતારો જામી હતી. ચાલુ દિવસે પોતાના નોકરી ધંધાના સમયે રસીકરણ કેન્દ્રો પર ઉભી થતી ગેરવ્યવસ્થાના પરિણામે સમયનો પણ બગાડ થતો હોવાનું યુવાનોએ જણાવ્યું હતું. જેમાં લાંબી કતારો લાગતા સોશિયલ ડિસ્ટન્સ પણ ના જળવાતું હોવાનું સ્પષ્ટ નજરે પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...